ગુજરાત પ્રદેશ કલાલ સમાજના રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની યાદી જાહેર કરાઈ.
પ્રવીણ કલાલ
ગુજરાત પ્રદેશ કલાલ સમાજના રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની યાદી જાહેર કરાઈ.
સુખસર ના હિતેશ કલાલ ને ગુજરાત પ્રદેશ કલાલ સમાજના રાષ્ટ્રીય મહાં સચિવ તરીકે નિમણુક કરાઈ
. અખિલ ભારતીય કલાલ સમાજ અને રાષ્ટ્રીય કલાલ મહાસભા દ્વારા દિલ્હી ખાતે અધિવેશન નો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં દેશભરમાંથી કલાલ સમાજ ના આગેવાનો હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ગુજરાત પ્રદેશ કલાલ સમાજ ની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની રચના કરવામાં આવી હતી. અખિલ ભારતીય કલાલ સમાજનો રાષ્ટ્રીય મહા અધિવેશન કાર્યક્ર્મ દિલ્હી ખાતે યોજાયો હતો. જેમાં નેપાળ દેશના કલાલ સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ આર. સી.શાહ પણ ઉપસ્થિત રહ્યા હતા. રાષ્ટ્રિય કલાલ મહાસભા ના અધ્યક્ષ શંકરલાલ કલાલ, મહા સચિવ હરેશભાઈ કલાલ દ્વારા ગુજરાત પ્રદેશ કલાલ સમાજ ની રાષ્ટ્રીય કાર્યકારી સમિતિની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં અઘ્યક્ષ તરીકે અરવિંદભાઈ પટેલ (કલાલ) દાંતા પાલનપુર, મહાસચિવ તરીકે હિતેશ કલાલ સુખસર દાહોદ, અને મિડિયા પ્રભારી તરીકે દિલીપ મેવાડા અમદાવાદ ની નિયુકિત કરવામાં આવી હતી.