સંજેલી તાલુકા મા વરસાદ ના લીધે બંધ થયેલ વીજ પુરવઠા શરૂ કરતી વિદ્યુત વિભાગની ટીમો.
સંજેલી તાલુકામાં ભારે વરસાદમાં નુકસાન થી બંધ થયેલ વીજ પુરવઠા અને તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરી ફરી લાઈનો શરૂ કરતી વિદ્યુત વિભાગની ટીમો
.રાત દિવસ ખડે પગે રહી સંજેલી સહીત ગ્રામ્ય વિસ્તારોમાં વીજ પુરવઠો ફરી કાર્યરત કરી રહ્યા છે વીજ કર્મચારીઓ .
સંજેલી તાલુકામા ભારે વરસાદ થયા બાદ ઠેર ઠેર વૃક્ષો પડી જવાના કારણે અમુક વીજ થાંભલા પડવાના બનાવો બનવા પામ્યા હતા . ત્યારે વીજ પુરવઠો ખોરવાઇ ગયો હતો. ત્યારે પડતા વરસાદે તેમ જ વરસાદ બંધ થયા બાદ પણ વિદ્યુત કર્મચારીઓ પોતાની કામગીરીને બખૂબી રીતે કરતા જોવા મળ્યા હતા . એમજીવીસીએલ દ્વારા વીજપુરવઠો સમારકામ કરીને લાઇટ ની લાઈનો ચાલુ કરવાની કામગીરી શરૂ કરાઈ હતી. સંજેલી તાલુકામાં અતિ ભારે વરસાદના કારણે થોડા સમય માટે વીજ પુરવઠો ખોરવાયો હતો . પરંતુ સંજેલી તાલુકા વીજ ટીમો સહિતની બહારથી બોલાવવામાં આવેલી ટીમો દ્વારા તાત્કાલિક ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી તેમજ લાઇટો વહેલી તકે શરૂ કરવામાં આવી હતી. તેમજ વહેલી તકે લાઈટો ની સમસ્યા દૂર કરવા માટે પણ વીજ કર્મચારીઓ કામે લાગી ગયા હતા . ત્યારે વીજ કર્મચારીઓ દ્વારા વીજ પુરવઠો ચાલુ કરવાની યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરવામાં આવી હતી. ગ્રામીણ વિસ્તારોમા ખાસ કરીને વીજ થાંભલા પડી જવા વાયરો તૂટી જવાના બનાવ બન્યા હતા. લોકોને નિયમિત પુરવઠો મળે એ માટે એમજીવીસીએલના અધિકારીઓની આગેવાની હેઠળ કર્મચારીઓ દ્વારા વિજ પુરવઠો ચાલુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તાલુકામાં અલગ અલગ ટીમો બનાવીને લાઈટો વહેલી શરૂ થાય એવા પ્રયાસો કરવામાં આવતા તાલુકાના ગ્રામીણ વિસ્તારમાં મોટાભાગે લાઈટો ની સમસ્યા દૂર પણ થઈ ગઈ હોવાનું જાણવા મળ્યું હતું.