સંજેલી તાલુકા માંથી અંબાજી દર્શન માટે પગપાળા સંઘ બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે રવાના થયો હતો .
કપિલ સાધુ સંજેલી
સંજેલી તાલુકા માંથી અંબાજી દર્શન માટે પગપાળા સંઘ બોલ મારી અંબે જય જય અંબે ના નાદ સાથે રવાના થયો હતો .
ભાદરવી પૂનમ ને લઈને અંબાજી દર્શન માટે ઠેર ઠેર માઈ ભક્તો ચાલી અને જઈ રહ્યા છે . ત્યારે સંજેલી તાલુકા ના વિવિધ વિસ્તારોમાંથી અંબાજી દર્શન કરવા માટે પગપાળા વિવિધ સંઘો દર્શન કરવા માટે રવાના થયા હતા . ગ્રામ્ય વિસ્તારમાંથી રથ લઈ અને ભજન ભક્તિ કરતા જઈ અને માઇ ભક્તો ચાલી અને દર્શન કરવા માટે નીકળ્યા હતા . નાના બાળકોથી લઇ અને બહેનો ભાઈઓ વડીલો સૌ કોઈ માના દર્શન માટે ચાલતા હાથમાં ધજા લઈ અને બોલ માડી અંબે જય જય અંબે ના નાદ સાથે સૌ માઈ ભક્તો અંબાજી દર્શન કરવા માટે પગપાળા જવા નીકળ્યા હતા . સંજેલી ,મોલી , ઘસલી , ચમારીયા સહિતના વિવિધ ગામોમાંથી માઇ ભક્તોનો સંઘ અંબાજી દર્શન કરવા માટે રવાના થયો હતો . ભજન ભક્તિના ગીતો વગાડી અને ગાતા નાચતા જઈ અને માતાજીને યાદ કરતા માઈ ભક્તો પગપાળા ચાલી અને અંબાજી પહોંચશે અને માતાજીના દર્શન કરશે . સંજેલી તાલુકાના માઇ ભક્તો ચારથી પાંચ દિવસ સુધી પગપાળા ચાલી અને અંબાજી ખાતે પહોંચશે અને માં અંબા ના દર્શન કરશે અને ધન્યતા અનુભવશે .