નડિયાદ ઉત્તરસંડા રોડ પર અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નિપજ્યુ.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ઉત્તરસંડા રોડ પર અકસ્માત સર્જાતા બાઇક સવારનું મોત નિપજ્યું

નડિયાદમાં  ખાડાના કારણે અકસ્માત સર્જાતા એક  બાઈક ચાલક રોડના ખાડામાં પડતા બેલેન્સ ગુમાવતા પડીગયા હતાં અને પાછળથી આવેલી ગાડીએ ટક્કર મારી હતી. ઉત્તરસંડા રોડ પર બનેલા આ બનાવ મામલે નડિયાદ ટાઉન પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. નડિયાદ તાલુકાના ચકલાસી પાંચ ઘરા વિસ્તારમાં રહેતા  વિજયભાઈ મગનભાઈ વાઘેલા બાઇક લઈને બુધવારના સાંજે નડિયાદ  ઉત્તરસંડા રોડ  નેક્સેસ પાસે પાછળથી આવતી ટાટા એલપીટી ના ચાલકે  પાછળથી ટક્કર મારી હતી.  જેથી  મોટરસાયકલ  ડીવાઈડર સાથે પટકાયો હતો.મોટરસાયકલ ચાલક વિજયભાઈ વાઘેલાને શરીરે  ઈજાઓ પહોંચતાં તેઓને ૧૦૮ માં નડિયાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જ્યા  વિજયભાઈનુ કરુણ મોત નિપજ્યું હતું. આ બનાવ સંદર્ભે તેમના સંબંધી હરીશભાઈ રમણભાઈ વાઘેલાએ ઉપરોક્ત વાહન ચાલક સામે નડિયાદ ટાઉન પોલીસ ફરિયાદ નોંધાવી છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ બાઈક ચાલક રોડના ખાડામાં પડતા બેલેન્સ ગુમાવતા પાછળથી આવેલી  ગાડીએ ટક્કર મારી હોવાનું જણાવ્યું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: