સિંગવડ તાલુકામાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો.
સિંગવડ તાલુકામાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેર યોજાયો.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગર પ્રેરિત અને જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દાહોદ માર્ગદર્શિત અને બીઆરસી ભવન દ્વારા આયોજિત સિંગવડ તાલુકા કક્ષાનો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ તાલુકાના પ્રમુખશ્રી ગોવિંદભાઈ બી વહોનિયા, લાઈઝન અધિકારી ડામોર સાહેબ, બીઆરસી કો શામજીભાઈ કામોલ, બંને સંઘના હોદ્દેદારશ્રીઓની ઉપસ્થિતિમાં છાપરવડ મુખ્ય પ્રાથમિક શાળા ખાતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં 20 જેટલા નવતર પ્રયોગો શિક્ષકોશ્રીઓએ રજૂ કર્યા. જેમાં નિર્ણાયક કમિટી દ્વારા ત્રણ ઇનોવેશન પસંદગી થઈ.જેમાં *પ્રથમ નંબરે પહાડ ક્લસ્ટરની પહાડ પ્રાથમિક શાળા માંથી આચાર્ય પ્રકાશભાઈ જયંતિલાલ અને પાઠક જાગૃતિબેન ભરતભાઈ* અધ્યયન નિષ્પત્તિ આધારિત ભાષા પ્રયોગશાળામાં 136 ભાષા પુસ્તિકાઓનો નવતર પ્રયોગ કર્યો. *દ્વિતીય નંબરે કેશરપુર ક્લસ્ટરના ખુદરા પ્રાથમિક શાળામાંથી ઇશ્નાવા રવિભાઈ* એ વિજ્ઞાનનો નવતર પ્રયોગ રજૂ કર્યો.*તૃતીય નંબરે કાળીયારાઈ ક્લસ્ટરના અનોપપુરા પ્રાથમિક શાળામાંથી પટેલ રાજેશકુમાર અને પટેલ રોશની બેને* નવતર પ્રયોગ રજૂ કર્યો.આગામી સમયમાં આ ત્રણેય ઇનોવેશન જીલ્લા કક્ષાએ સિંગવડ તાલુકાનું પ્રતિનિધિત્વ કરશે.*શૈક્ષિક મહાસંઘ સીંગવડ અને પ્રાથમિક શિક્ષક સંઘ સીંગવડ તેમજ તમામ અધિકારી ગણે* તમામ શિક્ષકશ્રીઓને અભિનંદન પાઠવ્યા.