બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાં બંધ પડેલા ખાતા ચાલુ કરાવવા ત્રણ માસથી ધરમ ધક્કા ખાતા બેંક ગ્રાહકો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાં બંધ પડેલા ખાતા ચાલુ કરાવવા ત્રણ માસથી ધરમ ધક્કા ખાતા બેંક ગ્રાહકો.!?
*બેંક ગ્રાહકોના બંધ પડેલા ખાતા રી-ઓપન કરાવવા ત્રણ માસથી ૫૦૦ જેટલા બેંક ગ્રાહકો કતારમાં હોવાનું જણાવતા બેંક કર્મચારી! ફતેપુરા તાલુકામાં રાષ્ટ્રીય કૃત બેંક ઓફ બરોડાનો વહીવટ દિન-પ્રતિદિન કથળતો જતો હોવાનું બેક ગ્રાહકોને પડતી મુશ્કેલીઓ ઉપરથી અંદાજી શકાય છે.જેમાં હજારો ગરીબ,વૃદ્ધ, વિધવા મહિલાઓ અને ખેડૂતો બેંક ઓફ બરોડામાં પોતાના ખાતા ધરાવે છે.અને લેવડ- દેવડ કરતાં આવેલ છે.જેમાં કેટલાક ખાતેદારોના ખાતા માં નાણાં જમા હોવા છતાં બેંક ગ્રાહકને જાણ કર્યા વગર બારોબાર બંધ કરી દેવામાં આવી રહ્યા છે.ત્યારબાદ બેંકમાં લેવડ-દેવડ કરવા જતા ખાતું બંધ હોવાનું અને નવેસરથી આ ખાતું ચાલુ કરાવવા ડોક્યુમેન્ટ સહિત ૫૦૦ રૂપિયા ભરપાઈ કરાવી ખાતા ચાલુ કરવામાં આવી રહ્યા છે.અને આ તમામ પ્રોસિજર પૂર્ણ કર્યા બાદ પણ મહિનાઓ સુધી ખાતા ચાલુ કરવામાં નહીં આવતા અબુધ લોકો મહિનાઓ સુધી બેંકોમાં ધરમ ધક્કા ખાતા હોવાનું જાણવા મળે છે.તેવી જ રીતે બેંક ઓફ બરોડા ફતેપુરા શાખામાં છેલ્લા ત્રણ માસથી ૫૦૦ થી વધુ બેંક ગ્રાહકો પોતાના બંધ પડેલા ખાતા ચાલુ કરાવવા કતારમાં હોવા છતાં ચાલુ થયેલ નહીં હોવાનું જાણવા મળે છે.અને ક્યારે ચાલુ થશે તે બાબતે પણ બેંકના કર્મચારીઓ બેક ગ્રાહકોને સીધો જવાબ પણ આપતા નહીં હોવાની ચર્ચા સાંભળવા મળે છે.



