ડોલરની લાલચ આપી વેપારી પાસેથી રૂપિયા પડાવી લેનાર બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા.
નરેશ ગનવાણી નડિયાદ
ડોલરની લાલચ આપી વેપારી પાસેથી રૂપિયા પડાવી લેનાર બે ઇસમોને પોલીસે ઝડપી પાડયા
અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ વે પર કડીના વેપારીને ડોલર બદલાવાની લાલચ આપી રૂ ૬.૯૦ લાખ પડાવી લીધા હતા. આ અંગે વેપારીએ કણભા પોલીસને જાણ કરતા કણભા પોલીસે બંને શખ્સોને બાતમી આધારે નડિયાદના સુરાશામળ પાસેથી રોકડ,મોપેડ અને લૂંટમાં ગયેલા પૈસા સાથે ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલ્યો છે. કડીમાં રહેતા ટુર ઓપરેટર ચાણક્ય પટેલને તા.૨૮ ઓગષ્ટના રોજ જગદીશ સેવક નામના શખ્સે રૂ ૧૦ હજાર ડોલર બદવાની વાત કરી હતી. જો કે વેપારી આ અગાઉ રૂ ૨ હજાર ડોલર બદલી આપવા કહેતા અમદાવાદ- વડોદરા એક્સપ્રેસ વે બોલાવ્યા હતા. દરમિયાન ચાણ્યભાઇ કઠવાડા બેંકમાંથી રૂ ૬.૯૦ લાખ ઉપાડી બેંગ કારમાં લઇ ગયા હતા. દરમિયાન જગદીશે તેનો કોઇ વ્યક્તિ આવશે કહી રસ્તામાં માણસ ઉભો રાખ્યો હતો. જે વ્યક્તિ રસ્તામાં નજરે પડતા કાર ઉભી રાખતા તે કારમાં સવાર થઇ ગયો હતો. ત્યારબાદ બાદ કારમાં રહેલા રૂપિયા ભરેલી બેગ લૂંટી મોપેડ લઇ ફરાર થઇ ગયો હતો. ત્યારે જગદીશને ફોન કરતા તેનો મોબાઈલ નંબર બંધ આવ્યો હતો. આ બનાવ અંગે કણભા પોલીસે મોબાઇલ નંબરના આધારે બંને શખ્સોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.