હવામાન વિભાગની વરસાદની ફરી મોટી આગાહી
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
રાજ્યમાં આ સિઝનમાં 100 ટકાથી પણ વધુ વરસાદ નોંધાયો છે. સપ્ટેમ્બરમાં પણ સાર્વત્રિક વરસાદ થયો છે. હવામાન વિભાગે 2 દિવસની વરસાદની આગાહી કરી છે. દક્ષિણ ગુજરાતના સુરત, વલસાડ, તાપી, ડાંગમાં વરસાદ ખાબકી શકે છે. વડોદરા, બનાસકાંઠા, દાહોદ, પંચમહાલમાં ભારે વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે ગાંધીનગર અને અમદાવાદ માટે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરી છે.ઉલ્લેખનીય છે કે, રાજ્યના મોટાભાગના ડેમ, નદીઓ ઓવરફ્લો થઇ છે.