વડતાલમાં વાહન ચોરીના ગુનામાં પોલીસે એકટીવા સાથે એક ઇસમને ઝડપી પાડયો.
નરેશ ગનવાણી નડિયાદ
વડતાલમાં વાહન ચોરીના ગુનામાં પોલીસે એકટીવા સાથે એક ઇસમને ઝડપી પાડયો
વડતાલ પોલીસ સ્ટેશનમા તા.૨૨ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ દાખલ થયેલ ગુનાના કામે ફરીયાદી નુ એક્ટીવા વડતાલમાં આવેલ કાનજી ભુવન પાર્કિંગમાંથી તા.૨૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ બપોરના સમયે કોઇ અજાણ્યા ઇસમે ચોરી કરી લઇ ગયેલ જે અંગે ફરીયાદીએ ફરીયાદ આપતા ગુનો રજીસ્ટર કરવામાં આવેલ. જેની તપાસમાં ડી-સ્ટાફના માણસો વડતાલ મુકામે ચોરીવાળી જગ્યાની વિઝીટ લઇ ટેકનીકલ સોર્સ તેમજ હ્યુમન સોર્સ દ્વારા તેમજ ઇ-ગુજકોપની મદદથી ગુનાની ઝીણવટ પુર્વક તપાસ હતાં દરમ્યાન પોલીસને બાતમી મળેલ કે એક ઇસમ ચોરીનું એક્ટીવા લઇને વડતાલ જ્ઞાનબાગ ચોકડી પાસે આવનાર છે જે હકીકત આધારે વોચમાં રહી એક ઇસમ નંબર વગરનું એક્ટીવા લઇને આવતાતેને રોકીને એક્ટીવાની ડીટેઇલ ઇ-ગુજકોપ દ્વારા એન્જીન નંબર તથા ચેચીસ નંબર સર્ચ કરી એક્ટીવા નંબરની તથામાલીકની તપાસ કરતા ઉપરોક્ત ચોરી થયેલ તે જ એક્ટીવા મળી આવેલ ઇસમને પુછપરછ કરતા તેણે એક્ટીવાચોરી કરી લઇ ગયેલાની કબુલાત કરતા ચોરૂની ફરીયાદીનું એક્ટીવા કબજે કરી ગણતરીના કલાકોમાં એક્ટીવા ચોરીનો અનડીટેક્ટ ગુનો વડતાલ પોલીસ દ્વારા શોધી કાઢવામાં આવેલ છે. તેમજ ઇસમની અંગઝડતીમાંથી બે મોબાઇલ ફોન મળી આવેલ જે મોબાઇલ અંગે પુછપરછ કરતા કોઇ સંતોષકારક જવાબ ન આપતાં પોલીસે આરોપી વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

