દાહોદ તાલુકામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પોલીસની પ્રોહી રેડ દરમ્યાન રૂપિયા એક લાખ ઉપરાંતનો વિદેશી દારુ ઝડપી પાડી
દાહોદ, તા.ર૪
દાહોદ તાલુકામાં ત્રણ જુદી જુદી જગ્યાએ પોલીસની પ્રોહી રેડ દરમ્યાન રૂપિયા એક લાખ ઉપરાંતનો વિદેશી દારુ ઝડપી પાડી એક મોટર સાયકલ સહીત રૂપિયા ૧,૪૩,૧૬૦નો મુદ્દા માલ કબજે લીધાનું જાણવા મળેલ છે.
દાહોદ તાલુકામાં પ્રોહી રેડના ત્રણ બનાવો પૈકીનો પ્રથમ બનાવ નવાગામે બનવા પામ્યો હતો જેમાં કતવારા પોલિસે નાકાબંધી કરી આવતા જતાં નાના-મોટા તમામ વાહનો પરબાજ નજર રાખીઉભી હતી તે દરમ્યાન સામેથી આવતી મોટર સાયકલનો ચાલક દુરથીજ પોલિસની નાકા બંધી જાઇ પોતાના કબજાની મોટર સાયકલ રોડપર મૂકી નાસી ગયો હતો જે મોટર સાયકલ કતવારા પોલિસે ઝડપી પાડી તેનાપર થેલામાં મૂકેલ ઇંગ્લીશ દારુ તથા બીયરની રૂપિયા ૩૯,૫૬૦-ની કિંમતની બોટલ નંગ-૪૦૪ પકડી પાડી મોટર સાયકલ સહીત રૂપિયા ૭૯,૫૬૦-નો મુદ્દામાલ કબજે લઇ મોટર સાયકલ ચાલક વિરુધ્ધ પ્રોહી એકટ કલમ મુજબનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
પ્રોહીનો બીજા બનાવ દાહોદ તાલુકાના ગલાલીયાવાડ ખાતે બનવા પામ્યો હતો જેમાં દાહોદ તાલુકા પોલિસે રાબડાલ ગામના મગનભાઇ દલજીભાઇ મંડોડીયાન ગલાલીયાવાડ ખાતેના મકાનમાં ધમધમતી વિદેશી દારુની હાટડી પર પ્રોહી રેડ પાડી રૂપિયા ૨૫,૨૦૦-ની કુલ કિંમતની વિદેશી દારુની નાની-મોટી બોટલ નંગ-૩૭૨ ઝડપી પાડી કબજે લીધીહતી જયારે બુટલેગર મગનભાઇ દલજીભાઇ મંડોડીયા હાજર ન હોઇ પોલિસ તેને પકડી શકી નહતી. આ સંબંધે તાલુકા પોલિસે પ્રોહી એકટ કલમ મુજબ પ્રોહીનો ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.
ત્રીજા બનાવ પુંસરી ગામે આર ટી ઓ ચેકપોસ્ટ પાસે બનવા પામ્યો હતો જેમાં પુંસરી આર ટી ઓ ચેકપોસ્ટ નજીક રહેતા બુટલેગર ચીમનભાઇ રૂમાલભાઇ સંગાડીયાના કબજા ભોગવટાના મકાનમાં ધમધમતી વિદેશી દારુની હાટડી પર પોલિસે પ્રોહી રેડ પાડી રૂપિયા ૩૮,૪૦૦-ની કિંમતનો વિદેશી દારુની નાની-મોટી બોટલ નંગ- ૪૦૮ ઝડપી પાડી કબજે લઇ પ્રોહીનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.