પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગર ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ટુંડેલ ખાતે આરોગ્ય મેળા નું આયોજન કરાયું.
નરેશ ગનવાણી નડિયાદ
પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગર ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ટુંડેલ ખાતે આરોગ્ય મેળા નું આયોજન કરાયું
આયુષ્યમાન ભવઃ અભિયાન, અંતર્ગત આજરોજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર યોગીનગર ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર ટુંડેલ ખાતે આરોગ્ય મેળા નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સગર્ભા સ્ત્રીઓ ની લોહી ની તપાસ, બ્લડ પ્રેશર, ડાયાબીટીસ, આંખો ની તપાસ, આરોગ્ય શિક્ષણ, વગેરે માહિતી આપવામાં આવી હતી અને જે સગર્ભા સ્ત્રીઓ માં લોહી ની ઉણપ હતી તેવા સગર્ભા સ્ત્રીઓ ને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે આયર્ન સુક્રોઝ માટે રિફર કરવામાં આવ્યા હતા. સાથે સાથે ડાયાબીટીસ અને બ્લડ પ્રેશર વારા દર્દીઓ નું પણ સ્ક્રીનીંગ કરવામાં આવ્યું હતું અને તેમને જીવનશૈલી અને આહાર માં પરિવર્તન કરી રોગ માંથી મુક્તિ મળે તે માટે આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. સાથે સાથે કિશોર કિશોરીઓ ની પણ મીટિંગ કરવામાં આવી હતી અને તેમનું સ્ક્રીનીંગ કરી ને તેમના લોહી ની તપાસ કરવામાં આવી હતી અને તેમને યોગ, ધ્યાન, કસરત, અંગત સ્વચ્છતા વગેરે વિષય પર તેમને આરોગ્ય શિક્ષણ આપવામાં આવ્યું હતું. તમામ લાભાર્થીઓને પોષ્ટીક આહાર આપવમાં આવ્યો હતો.આ પ્રસંગે કોમ્યુનિટી હેલ્થ ઓફીસર જૈમિનીબેન ઝવેરી, આરોગ્ય કર્મચારી કોકિલાબેન પરમાર, આલ્ફોન્સ ફ્રાન્સીસ અને આશા બહેનો હાજર રહ્યા હતા.