દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોનું એક દિ’ના પગાર પેટે રૂ. ૧.૭૮ કરોડનું મુખ્યમંત્રી રાહત ફંડમાં દાન

કોરોના વાયરસ સામેની લડતમાં લોકોની પડખે ઉભા રહી દાહોદ જિલ્લાના પ્રાથમિક શિક્ષકોએ પોતાના એક દિવસનો પગાર મુખ્યમંત્રીશ્રીની રાહત નિધિમાં અર્પણ કર્યો છે. દાહોદ જિલ્લામાં ફરજ બજાવતા પ્રાથમિક શિક્ષકોએ કુલ રૂ. ૧.૭૮ કરોડનું દાન રાહત ફંડમાં કર્યું છે.

ગ્રામ્ય સ્તરે ફરજ બજાવતા શિક્ષકો હંમેશા શિક્ષણ સહિતના લોકહિતના કાર્યોમાં અગ્રેસર રહે છે. એમાંય કોઇ આપત્તિના સમયે પણ શિક્ષકો મહત્વનું યોગદાન આપતા હોય છે. ત્યારે, કોરોના વાયરસની સામેની લડાઇમાં પણ શિક્ષકોએ પાછી પાની કરી નથી. પોતાના એક દિવસના પગાર પેટે રૂ. ૧.૭૮ કરોડનો ચેક તાલુકા વાઇઝ આજે મુખ્યમંત્રીશ્રીની રાહત નિધિમાં અર્પણ કરવામાં આવ્યા હતો.

શિક્ષક સંઘના હોદ્દેદારોએ આજે જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ડી. બી. પટેલ સાથે આવી કલેક્ટર શ્રી વિજય ખરાડી અને જિલ્લા પોલીસ વડા શ્રી હિતેશ જોયસરને ઉક્ત રકમના ચેક અર્પણ કર્યા હતા.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: