ઝાલોદ તાલુકાના ડુંગરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ માનગઢ હિલની મુલાકાત લીધી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ડુંગરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓએ માનગઢ હિલની મુલાકાત લીધી
ઝાલોદ તાલુકાના ડુંગરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ માટે એક દિવસીય પ્રયટનનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત ઐતિહાસિક સ્થળ માનગઢ વિશે માહિતી મેળવી હતી. ગોવિંદગુરુની ધુણી અને શહીદ સ્મારક,મ્યુઝિયમ માનગઢ હત્યાકાંડની જાણકારી તથા ત્યાંની પ્રકૃતિની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી. જેમાં શાળાના શિક્ષકો અને વિદ્યાર્થીઓ તેમજ બી.એડના તાલીમાર્થીઓએ ખુબ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.