સોમિલના માલિક પાસે પાંચ ઇસમોએ રૂપિયા ૧.૮૦ લાખની માંગણી કરી, રૂપિયા ન આપતાં સોમિલ સળગાવી દેવાની ધમકી આપી.

નરેશ ગનવાણી નડિયાદ

સોમિલના માલિક પાસે પાંચ ઇસમોએ રૂપિયા ૧.૮૦ લાખની માંગણી કરી, રૂપિયા ન આપતાં સોમિલ સળગાવી દેવાની ધમકી આપી

નડિયાદમાં મંજીપુરા રોડ ઉપર આવેલ ગોકુલ પાર્ક સોસાયટીમાં રહેતા  નવીનભાઈ કરમશીભાઈ પટેલ જેમની  કમળા જીઆઇડીસી માં સત્યનારાયણ ટિમ્બર માર્ટ નામની શોમીલ આવેલ છે. પાંચેક દિવસથી કમળા સંતરામ કાંટા પાછળ રહેતા શાહરૂખમિયા અશરફમિયા મલેક નામના વ્યક્તિ અવારનવાર રૂબરૂમાં તેમજ ફોન કરી આ નવીનભાઈને જણાવતા કે તમે મને રૂપિયા ૧ લાખ ૮૦ હજાર આપો, તો નવીનભાઈ કહ્યું  કે, હું તમને શું કામ પૈસા આપુ, હું તમારા પરિચયમાં નથી મેં તમારી પાસેથી ઉછીના પૈસા લીધેલા નથી હું ઓળખતો નથી તો શા માટે તમને પૈસા આપું અને તમે મારી પાસે કેમ માગણી કરો છો. શાહરૂખ મલેકે કહ્યું કે, તમે રૂપિયા નહીં આપો તો હું તમને ધંધો કરવા નહીં દઈશ  તેમ કહી છેલ્લા પાંચેક દિવસથી અવારનવાર ધાકધમકી આપતા હતા. ગઇ કાલે બપોરના  શાહરૂખ મલેક અને અન્ય તેના ૪ જેટલા માણસો સાથે નવિનભાઇની શોમીલમા ઘૂસી મજુરો અને નવિનભાઇના દિકરા સાથે નાણાં બાબતે માથાકુટ કરી હતી અને પાંચ લોકોએ લાકડાના ઝૂડીયા લઈ આવી પાંચને ફટકાર્યા હતા. અને શોમીલને સળગાવી દેવાની ધમકી આપી હતી. આ ઘટનામાં શોમીલના માલિકના પુત્ર અને અન્ય ૪ મજુરોને શરીરે ઈજાઓ પહોંચી હતી. જેમાંથી બે લોકોને ફ્રેકચર થયું છે. આ બનાવ સંદર્ભે શોમીલના માલીક નવિનભઈ પટેલે ઉપરોક્ત માથાભારે ઈસમ શાહરૂખમિયા અશરફમિયા મલેક અને તેના ૪ જેટલા મળતિયાઓ સામે નડિયાદ રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: