જુગાર રમતા ૯ ઈસમોને ૨.૬૫ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

નરેશ ગનવાણી નડિયાદ

જુગાર રમતા ૯ ઈસમોને ૨.૬૫ લાખના મુદ્દામાલ સાથે પોલીસે ઝડપી પાડયા

નડિયાદ એલસીબી પોલીસે બાતમી  આધારે ખેડાના પીંગળજ ગામે વચલા ફળીયા માં રહેતા પ્રકાશભાઇ ઉર્ફે હિરાભાઇ કેશાભાઇ ચૌહાણ  પોતાના અંગત ફાયદા માટે બહારથી કેટલાક ઇસમોને ભેગા કરીને પોતાના રહેણાંક મકાનમાં પત્તા-પાના પૈસાથી હાર જીતનો જુગાર રમી રમાડી જુગારનો અખાડો ચલાવે છે. જે બાતમી આધારે  જગ્યાએ રેઇડ કરતા (૧) પ્રકાશભાઇ ઉર્ફે હિરાભાઇ કેશાભાઇ ચૌહાણ રહે, પીંગળજ, વચલુ ફળીયું તા.જી.ખેડા(૨) નારણભાઇ ઉર્ફે નયનભાઇ પુનમભાઇ ચૌહાણ રહે, પીંગળજ, વચલુ ફળીયું તા.જી. ખેડા (૩) રાજેશભાઇ લક્ષ્મણભાઇ સુથાર રહે, નવાગામ, બે-ભાગ તા.જી.ખેડા (૪) ગીરીશભાઇ મંગાભાઇમકવાણા રહે, નવાગામ, વણકરવાસ તા.જી.ખેડા (૫) અર્પિતકુમાર જયંતીભાઇ પટેલ રહે, કનેરા, પટેલવાસતા.જી.ખેડા (૬) નીતેશભાઇ અમરતભાઇ વાટલીયા રહે, બારૈયા ૧૦૪,રાધે પેરેડાઇઝ ફ્લેટ તા.દશક્રોઇ જી.અમદાવાદ(૭) સુરેશભાઇ નારણભાઇ પ્રજાપતી રહે, ૨૬ સહજાનંદ સોસાયટી બસ સ્ટેશન પાસે, બારેજા તા.દશક્રોઇજી.અમદાવાદ (૮) હરેશભાઇ વ્રજલાલ કટકીયા રહે, બી-૩૦૩ રાધે પેરેડાઇઝ બારેજા તા.દશક્રોઇ જી.અમદાવાદ (૯)ચિરાગભાઇ સુરેશભાઇ ઠક્કર રહે, નવાપુરા,તા.દશક્રોઇ જી.અમદાવાદ ની દાવ ઉપરના  પકડાયેલ તમામ ઇસમોની અંગ જડતીના મળી કુલ્લે રૂ.૨ લાખ ૬૫ હજાર ૫૦૦ ના મુદ્દામાલ સાથે પોલીસે ૯ જુગારીઓને ઝડપી પાડયા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: