ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિદાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો.
પ્રવીણ કલાલ ફતેપુરા દાહોદ9427399365
ફતેપુરા કામેશ્વર મહાદેવ મંદિર ખાતે ગણપતિદાદાને છપ્પન ભોગનો પ્રસાદ ધરાવવામાં પ્રોગ્રામ રાખવામાં આવ્યો
ફતેપુરા નગરમાં અલગ અલગ જગ્યાએ ગણપતિ દાદા ની પ્રતિમાની સ્થાપનાઓ કરવામાં આવી છે દસ દિવસ સુધી ગણપતિ દાદા ની સેવા પૂજા અર્ચના અને આરતી કરવામાં આવી રહી છે ફતેપુરા નગરમાં કામેશ્વર મહાદેવ મંદિર ખાતે આવેલ સાઈ સરકાર ગ્રુપ દ્વારા ગણપતિદાદાને 56 ભોગનો પ્રસાદ ધરાવવામાં આવ્યો હતો સાઈ સરકાર ગ્રુપ દ્વારા દાદાને અલગ અલગ પ્રકારની 56 વસ્તુઓ લાવીને દાદાને ભોગ ધરાવવામાં આવ્યો હતો આ દરમિયાન પંડાલમાં ગણપતિદાદાની આરતી કરવામાં આવી હતી આરતી બાદ દાદા નો પ્રસાદ લેવા માટે મોટી સંખ્યામાં પધારેલા ભક્તોને છપ્પન ભોગના પ્રસાદનુ વિતરણ કરવામાં આવ્યું હતું અને દરેક ભક્તજનો એ 56 ભોગ પ્રસાદનો લાહવો લીધો હતો


