નડિયાદ ડીડીયુ ફાર્મસી ફૅકલ્ટી દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરાઈ.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ ડીડીયુ ફાર્મસી ફૅકલ્ટી દ્વારા વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરાઈ
નડિયાદ ખાતે આવેલી ધર્મસિંહ દેસાઈ યુનિવર્સિટી ની ફાર્મસી ફેકલ્ટીમાં ૨૫ સપ્ટેમ્બર, ૨૦૨૩ ના રોજ વર્લ્ડ ફાર્માસિસ્ટ ડે ની વિદ્યાર્થીઓ દ્વારા ઉત્સાહ ભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રોગ્રામના ભાગરૂપે વિવિધ પ્રવૃત્તિઓ જેમકે પોસ્ટર કોમ્પિટિશન અને સ્કીટ નું આયોજન કરવામાં આવ્યું હતું. સ્કીટ નું આયોજન વી . એમ . ભગત એન્ડ એસ. સી. સોનાવાલા હાઈસ્કૂલ, નડિયાદ મા ધોરણ ૯ થી ૧૨ના વિદ્યાર્થીઓ સામે રજુ કરવામાં આવ્યું હતું. પોસ્ટર કોમ્પિટિશન માં લગભગ ૮૦ જેટલા વિદ્યાર્થીઓએ ઉત્સાહ ભેર ભાગ લીધો હતો. આ પ્રોગ્રામ ના ભાગ રૂપે નડિયાદ ની એન. ડી. દેસાઈ મેડિકલ કોલેજ ના ડો. જ્વલિત મહેતા એ વિધાર્થી ઓ ને ફાર્માસિસ્ટ ડે ની ઉજવણી કરવા બાદલ અભિનંદન આપ્યા હતા, તેમજ જજ તરીકેની ભૂમિકા ભજવી હતી. આ સમગ્ર કાર્યક્રમ ની સફળ કામગીરી ફૅકલ્ટી ના ડીન ડો. તેજલ સોની અને ડો. બી . એન . સુહાગિયાના માર્ગદર્શન હેઠળ ડો. માનસી ધોળકિયા અને ડિનલ પટેલ દ્વારા કરવામાં આવી હતી.

