ઝાલોદ વાલ્મીકિ સમાજ દ્વારા ગણપતિ બાપ્પાનું ભક્તિભાવ પૂર્વક વિદાય આપી.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ
ઝાલોદ વાલ્મીકિ સમાજ દ્વારા ગણપતિ બાપ્પાનું ભક્તિભાવ પૂર્વક વિદાય આપી
સાઇ મિત્ર મંડળના સહુ લોકો વાજતે ગાજતે, અબીલ ગુલાલ ઉડાવતા રામસાગર તળાવ ખાતે વિધ્નહતાઁનુ વિસર્જન કરાયું ઝાલોદ વાલ્મીકિ વાસમાં રહેતા વાલ્મીકિ સમાજના સહુ લોકો એ ગણેશજીનું આગમન ખૂબ જ ધામધૂમ પૂર્વક કરી સ્થાપના કરી હતી. વાલ્મીકિ સમાજના લોકો દરરોજ પૂરા ભક્તિભાવ સાથે ગણપતિ બાપ્પાની પૂજા અર્ચના કરી બાપ્પાની ભક્તિમાં લીન થઈ તેમના આશીર્વાદ મેળવતા હતા. વાલ્મીકિ સમાજ દ્વારા બાપ્પાની પધરામણી દરમ્યાન ધાર્મિક વાતાવરણ ઉભું કરી સહુને ભક્તિમય માહોલ ઉભો કરેલ હતો. વાલ્મીકિ સમાજના મોટાભાગના લોકો બેંડ, ડીજે, નાશિકઢોલ જેવા વ્યવસાય સાથે સંકળાયેલા હોવાથી તેઓ દ્વારા ગણેશજીનું વિસર્જન સાતમા દિવસે પુરા ભક્તિભાવ સાથે કરવામાં આવતું હોય છે. છેલ્લે વાલ્મીકિ સમાજના લોકો આનંદ ચૌદસના દિવસે ગણેશ વિસર્જન માટે નગરની શોભાયાત્રામાં ઢોલ નગારા , ડીજે વગાડી જોડાતા હોય છે. તારીખ 25-09-2023 સોમવારના દિવસે વાલ્મીકિ સમાજ દ્વારા વાજતે ગાજતે ગણપતિ બાપ્પાને રથમાં બિરાજમાન કરી નગરમાં મુખ્ય માર્ગો પરથી ડીજેનાં તાલે, અબીલ ગુલાલ ઉડાવતા, રાસ ગરબા તેમજ ભક્તિના ધાર્મિક ભજન પર નાચતા ઝૂમતા રામસાગર તળાવે વિસર્જન કરવામાં આવ્યું હતું. ગણેશજી ની વિસર્જન યાત્રામાં વાલ્મીકિ સમાજના લોકો મોટા પ્રમાણમાં મહિલાઓ ,બાળકો તેમજ પુરુષો જોડાયેલ હતા. ગણપતિ બાપ્પાની જય જયકાર કરી ગણપતિ બાપ્પાને અગલે બરસ તુ જલ્દીઆ ના કોલ સાથે બપ્પાને વિદાય આપેલ હતી.