નડિયાદ: ઠાસરામાં જુગારીયાઓ પોલીસથી બચવા આઈસર ટ્રક રસ્તાઓ પર દોડાવી જુગાર રમતા ઝડપાયા.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ: ઠાસરામાં જુગારીયાઓ પોલીસથી બચવા આઈસર ટ્રક રસ્તાઓ પર દોડાવી જુગાર રમતા ઝડપાયા.
જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પોલીસની ટીમ ગઇ કાલે રાત્રે ઠાસરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન ઠાસરા શહેરમાં આવેલ આશાપુરી મંદિર સામેની રેલવે ફાટક પાસેથી પસાર થતી આઈસર ટ્રક ને શંકાના આધારે પોલીસે કોર્ડન કરી અટકાવી હતી જેમાં પાછળ બેઠેલા ૨૫ લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. પોલીસે આઈસરમાં તપાસ કરતા ટ્રકમાં જુગારની મહેફિલ જામી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. પોલીસે તમામ ઈસમોની પુછપરછ કરતા તેઓએ પોતાના નામ હસમુખભાઈ ઉર્ફે લાલો રમણભાઈ પંડ્યા, મંગળભાઈ ઉર્ફે લાલો મણીભાઈ બારૈયા, મહેશભાઈ પ્રતાપભાઈ સોલંકી, ગુણવંતભાઈ ભીખાભાઈ ખાંટ, ધ્રુવ ઉર્ફે ભલી રાજેન્દ્રભાઈ પટેલ, જનકભાઈ મફતભાઈ બારૈયા, સંતોકભાઈ ઉદાભાઈ પરમાર, ફિરોજમિયા મુસ્તુફામિયા મલેક, રાજેશભાઈ ભવાનભાઈ પરમાર, વિજય કુમાર રાયસીંગભાઇ સોલંકી, જાવેદ શાહ ઉર્ફે ભયલુ ફિરાશા દિવાન, આકાશભાઈ ઉર્ફે રાહુલ નરેશભાઈ પરમાર, મહેશભાઈ જાલમસિંહ ધાકડ, કાળીદાસ છગનભાઈ સોલંકી, સમીરભાઈ સફીમહમ્મદ મન્સૂરી, વિજયભાઈ છોટાભાઈ સોલંકી, દીપકભાઈ મોતીભાઈ ડાભી, આનંદકુમાર દાઉદભાઈ પરમાર, રમેશભાઈ ઉકાભાઇ બારૈયા, સંજયભાઈ મનુભાઈ સોલંકી, સલમાનખાન મહેબૂબખાન પઠાણ, મનોજકુમાર મણીભાઈ પરમાર, બોબીકુમાર બાબુભાઈ પટેલ, અબ્દુલરજાક ઉર્ફે ફેજલ કાદરભાઈ મનસુરી, ટ્રક ચાલક ગોવિંદભાઈ પ્રભાતભાઈ સોલંકી (તમામ રહે.રૂદણ, તા.મહેમદાવાદ) અને દીપકકુમાર ઉર્ફે કાભાઈ ભરતભાઈ પરમાર (રહે.હીરાપુરા, કારોલી, મહેમદાવાદ) હોવાનું પોલીસને જણાવ્યા છે . પોલીસે આ બનાવમાં દાવ ઉપરના રોકડ રૂપિયા અને મોબાઈલ ફોન તેમજ આઈસર ટ્રક મળી કુલ રૂપિયા ૪ લાખ ૪૭ હજાર ૪૯૦નો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
