નડિયાદના સલુણ તળપદ ખાતેની મિલ્ક પ્રોડક્ટ્સમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો પકડાયો

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદના સલુણ તળપદ ખાતેની મિલ્ક પ્રોડક્ટ્સમાંથી શંકાસ્પદ ભેળસેળ યુક્ત ઘીનો જથ્થો પકડાયો

ગઈ કાલે રાજ્યની ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્થાનિક ફૂડ ટીમ દ્વારા નડિયાદમાંથી અંદાજે રૂપિયા ૪ લાખથી વધુ કિંમતનો ૧૪૬૨ કિ.ગ્રામ ભેળસેળવાળો ઘીનો શંકાસ્પદ જથ્થો એક મિલ્ક પ્રોડક્ટ્સમાંથી પકડી પડાયો છે.તાજેતરમાં નવરાત્રી અને દિવાળીના તહેવારો આવી રહ્યા હોય ત્યારે જાહેર જનતાને શુદ્ધ ખોરાક મળી રહે તે માટેતંત્ર દ્વારા પદાર્થોમાં ભેળસેળની સઘન તપાસ હાથ ધરવામા આવી રહી છે. જેના ભાગરૂપે વડી કચેરીની ફ્લાયિંગ સ્ક્વોડ અને નડિયાદની સ્થાનિકફૂડ ટીમ દ્વારા સંયુક્ત રીતે ઘીનો શંકાસ્પદ જથ્થો પકડી પાડ્યો છે.  વેપારી રાઉલજી દિલીપકુમાર ખુમાનસિંહ દ્વારા મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ, મુ. સલુણ-તળપદ, તા. નડિયાદ, જિ-ખેડા ખાતે રાખવામાં આવેલી જગ્યામાં પ્રાથમિક તપાસ દરમિયાન સ્થળ ઉપર શંકાસ્પદ મહીધરા બ્રાન્ડ ઘીનું ઉત્પાદન થતુ જોવા મળી આવ્યું હતું. આ વેપારી મે. શ્રી ક્ષેમ કલ્યાણી મિલ્ક એન્ડ મિલ્ક પ્રોડક્ટ્સ નામે આ જગ્યા પર એફ.એસ.એસ.એ.આઇ લાયસન્સ ધરાવે છે અને ઘી બનાવવાનો ધંધો, વેપાર કરે છે. આ વેપારી ઘીમાં ભેળસેળ કરે છે તેવી તંત્રને મળેલ બાતમીનાં આધારે રેડ કરવામાં આવી હતી. સ્થળ પરથી ઘીના બે નમૂનાઓ તેમજ બે વેજીટેબલ ફેટ એમ કુલ ચાર નમૂનાઓ  લેબોરેટરીમાં મોકલી આપ્યા છે જ્યારે બાકીનો આશરે ૧૪૬૨ કિલોગ્રામ જથ્થો જેની અંદાજીત કિંમત રૂપિયા ૪ લાખ ૫ હજાર ૮૬૪ નો જથ્થો કાયદા મુજબ જપ્ત કરવામાં આવ્યો છે. આ ખાદ્ય પદાર્થો નો રીપોર્ટ  આવ્યા બાદ કાયદેસરની  કાર્યવાહી કરવામાં આવશે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: