ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે ફતેપુરા નગરમાં ગણપતિ બાપ્પાનુ વિસર્જન.

પ્રવીણ કલાલ

ફતેપુરા

દાહોદ

ગણપતિ બાપ્પા મોરિયા અગલે બરસ તું જલ્દી આ ના નાદ સાથે ફતેપુરા નગરમાં ગણપતિ બાપ્પાનુ વિસર્જન કરવામાં આવ્યું

પરમાત્માએ જે કાંઈ નિર્માણ કર્યું છે તેની પાછળ એક અદભુત સંકેત રહેલો છે સર્જન બાદ વિસર્જન થાય છે ભાદરવા સુધી ચ્યોથના દિવસે ગણપતિ બાપાની સ્થાપના કરી હતી વિઘ્નહર્તાને વિદાય આપવાનો સમય એટલે કે આનંદ ચતુર્થી આ દિવસે ગણપતિ દાદા નું વિસર્જન કરવામાં આવે છે ફતેપુરા નગરમાં વિવિધ જગ્યાએ દસ દિવસ સુધી મહેમાનગતિ માણીને આજે ગણપતિ બાપા નું વિસર્જન કરવામાં આવ્યું હતું. વાજતે ગાજતે ગણપતિ બાપાની વિસર્જન યાત્રામા નગરજનો મોટી સંખ્યામાં જોડાયા હતા ફતેપુરા નગરમાં ગણેશોત્સવના દસમા દિવસે ભક્તોએ પીપલારા મુકામે આવેલ વલય નદીમાં શ્રીજી ની મૂર્તિનું વિસર્જન કર્યું હતું ફતેપુરા અંબાજી મંદિર તેમજ કામેશ્વર મહાદેવ મંદિર થી વિસર્જન યાત્રા શરૂ થઈ હતી યાત્રામાં ભક્તોનો ઘસારો અવિરત જારી રહેતા ભક્તોનો ઘોડાપૂર ઉંટી પડ્યું હતું ફતેપુરા નગરના મેન બજાર હોળી ચકલા વિસ્તાર ઘુઘસ ચોકડી વિસ્તાર તેમજ પાછલા પ્લોટ માં થઈને બાપા ની વિસર્જન યાત્રા પોલીસ સ્ટેશન રોડ વિસ્તારમાં થઈને વલય નદી મુકામે પહોંચી ગઈ હતી ત્યાં ભક્તોએ ધામ ધુમ પૂર્વક બાપાની વિદાય આરતી કરીને બાપા નું વિસર્જન કર્યું હતું વિસર્જન યાત્રામાં ગણપતિ બાપા મોરિયા ના નાદ સાથે વિદાય આપી હતી વિસર્જન યાત્રામાં રાષ્ટ્રગીત ગવાતા લોકો ઉત્સાહ થી રાષ્ટ્રગી ગાતાં જોવા મળ્યા હતા સમગ્ર યાત્રા દરમિયાન પી.એસ.આઇ જે બી તડવીએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવીને નાના છોકરા ઓ ને ગામ બહારથી જ ઘરે મોકલી દીધા હતા નદી ઉપર લઈ જવા પ્રતિબંધ કર્યો હતો યાત્રા ઉપર ચાપતો બંદોબસ્ત ગોઠવી દીધો હતો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: