ફતેપુરામાં તથા સુખસર માં દુધાળા દેવ ગણપતિજીની દસ દિવસ પૂજા અર્ચના બાદ ભાવ ભીની વિદાય આપવામાં આવી.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
ફતેપુરામાં તથા સુખસર માં દુધાળા દેવ ગણપતિજીની દસ દિવસ પૂજા અર્ચના બાદ ભાવ ભીની વિદાય આપવામાં આવી*
સુખસર ખાતે પંચાલ ફળિયા,પીપળી ચોક તથા મહાદેવજી મંદિર ખાતે તથા ફતેપુરા ખાતે દુધાળા દેવ શ્રી ગણપતિજીની સ્થાપના બાદ દસ દિવસ પૂજા અર્ચના કરી આજરોજ ભાવિક ભક્તો દ્વારા ગણપતિજીની શોભાયાત્રા સુખસર શહેરમાં ફરી નીંદકા પૂર્વ તળાવ ખાતે મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવી હતી.આ શોભાયાત્રામાં સુખસરના ભાવિક ભાઈ-બહેનો વાજતે ગાજતે નાચ ગાન સાથે શોભામાં જોડાયા હતા. તેવી જ રીતે ફતેપુરા ખાતે ડીજેના તાલે ઢોલ નગારા સાથે અબીલ ગુલાલ ની છોરો વચ્ચે ગણપતિજીની શોભાયાત્રા કાઢવામાં આવી જે નગરના વિવિધ માર્ગો પર ફરીહતી અને પીપલારા નદીમાં મૂર્તિઓને વિસર્જિત કરવામાં આવી હતી શાંતિપૂર્ણ વાતાવરણમાં વિસર્જન શોભાયાત્રામાં તમામ કોમના લોકોએ પૂરતો સાથ સહકાર આપ્યો હતો.તેમ જ ફતેપુરા પીએસઆઇ તડવી એ ચુસ્ત પોલીસ બંદોબસ્ત રાખ્યો હતો. તેમ જ વિસર્જન શોભા યાત્રામાં જોડાયેલા ભાવિક ભક્તોએ પણ સહકાર આપી શાંતિપૂર્ણ વાતાવરણમાં ગણપતિજીને વિસર્જન કરવામાં આવ્યું હતું.