સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર કામી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકનાર ઇસમને જેલ હવાલે
નરેશ ગનવાણી નડિયાદ
સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર કામી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકનાર ઇસમને જેલ હવાલે કરતી નડિયાદ પોલીસ
ગણપતિ વિર્સજન તથા ઇદે મિલાદનો તહેવાર હોય જેથી નડિયાદ ટાઉન પોલીસસ્ટેશન ધ્વારા સોશ્યલ મીડીયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર કામી વૈમનસ્ય ફેલાવતી પોસ્ટ મુકનાર ઇસમો ઉપર સતત નજર રાખવામાં આવેલ હતી. દરમ્યાન એક ઇસમ ધ્વારા લોકોની ધાર્મિક લાગણીદુભાવે તેમજ કામી વૈમનસ્ય ફેલાય તેવી પોસ્ટ મુકવામાં આવેલ હતી. જેથી પોસ્ટ મુકનાર ઇસમ વિરુધ્ધ નડિયાદ ટાઉન પોલીસે ગુનો દાખલ કરી તપાસ કરતા આરોપી જયેશભાઇ ફતેસિંહ પરમાર રહે.પીપળાતા ગાંધીપુરા નડિયાદ નો હોવાનું જણાતા આરોપીને પકડી અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી નામદાર કોર્ટમાં રજુ કરતા નામદાર કોર્ટમાંથી આરોપીનું જેલ વોરંટ ભરી આપતા આરોપીને જેલ હવાલે કરવામાં આવેલ છે. અને હાલમાં પણ નડિયાદ ટાઉન પોલીસ સ્ટેશનની એક ટીમ ધ્વારા સતત સોશ્યલ મીડીયા પર વોચ રાખવામાં આવે છે. અને કોઇ કામી વૈમનસ્યફેલાવનાર ઇસમો ભવિષ્યમાં મળી આવશે તો તેની વિરુધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

