ગોઠીબ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મંત્રી દ્વારા મુલાકાત
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223

ગોઠીબ ઉદ્દવહન સિંચાઈ યોજનાની મંત્રી દ્વારા મુલાકાત
ગુજરાત રાજ્યના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ મહીસાગર જિલ્લાની મુલાકાત લીધી હતી તેમની આ મુલાકાત અંતર્ગત ગોઠીબ ઉદ્દવહન સિંચાઈ યોજના અને કડાણા બલ્ક પાઇપ લાઇન જૂથ પાણી પુરવઠા યોજનાની સ્થળ પર રૂબરૂ મુલાકાત લઇ સંલગ્ન અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી વિવિધ બાબતો પર ચર્ચા કરી હતી. પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવ્યું હતું કે, જે વિસ્તારમાં પીવાના પાણીની સમસ્યા હશે એ ગામમાં આ યોજના ખુબજ લાભદાયી નીવડશે અને આ વિસ્તારના પીવાના પાણીની સમસ્યા ભૂતકાળ બની જશે.
