સી.બી.પટેલ આર્ટસ કૉલેજ નડિયાદ માં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ.
નરેશ ગનવાણી નડિયાદ
સી.બી.પટેલ આર્ટસ કૉલેજ નડિયાદ માં ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા યોજાઈ
ધી નડીયાદ એજ્યુકેશન સોસાયટી સંચાલિત સી.બી. પટેલ આર્ટસ કોલેજ નડિયાદ માં તારીખ ૩૦ સપ્ટેમ્બર ૨૦૨૩ ના રોજ ૧૧ વાગે ગાયત્રી પરિવાર, નડિયાદના રજનીકાંતભાઈ ઠાકર તેમજ તેમની ટીમ દ્વારા ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. સી.બી. પટેલ આર્ટસ કોલેજ, નડિયાદ ની કુલ ૨૧૦ વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી. ઓએમઆર પદ્ધતિથી લેવાયેલ આ પરીક્ષામાં દરેક વિદ્યાર્થીઓએ પોતાનો ઉત્સાહ દાખવ્યો હતો. આ પરીક્ષા નું સંચાલન આચાર્ય ના માર્ગદર્શનથી હિન્દી વિભાગના અધ્યાપક ડો. ચિરાગભાઈ પરમાર તેમજ હિન્દી વિભાગના અધ્યાપકોએ કર્યું હતું.

