મોડેલ સ્કૂલ ઝાલોદ મીરાખેડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો.
ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા
મોડેલ સ્કૂલ ઝાલોદ મીરાખેડી ખાતે રક્તદાન કેમ્પ યોજાયો ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ઝાલોદ તાલુકા શાખા દ્વારા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદ જિલ્લા શાખા ના માર્ગદર્શન હેઠળ મોડેલ સ્કૂલ ઝાલોદ,મીરાખેડી (તા.ઝાલોદ જી.દાહોદ ) ખાતે મોડેલ શાળા પરિવાર ના સંયુક્ત ઉપક્રમે તા.30/09/2023 શનિવારના રોજ જુનિયર રેડક્રોસ(JRC) તથા રક્તદાન કેમ્પ નું આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં મીરાખેડી ગામ ના સરપંચશ્રી તથા અગ્રણી ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લઈ કાર્યક્રમ સફળ બનાવવામાં મદદરુપ બન્યા હતા. ઉપરોક્ત કાર્યક્રમ અંતર્ગત ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દાહોદના ચેરમેનશ્રી ગોપાલભાઈ ધાનકા, સેક્રેટરી શ્રી જવાહરભાઈ શાહ તથા કેમ્પ ઓર્ગેનાઇઝર શ્રી એન.કે.પરમાર અને તેઓની ટિમ તથા ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ઝાલોદ તાલુકાશાખા ના ચેરમેન શ્રી વિજયસિંહ ઠાકોર તથા સભ્યોને હાજરી આપી સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન કર્યું હતું.આ કાર્યક્રમ અંતર્ગત શાળા ના આચાર્યશ્રી અમિતભાઇ સી.ગાંધી તથા શૈક્ષણિક બિન શૈક્ષણિક સ્ટાફ ગામ ના સરપંચ શ્રી મુકેશભાઈ ડાંગી તથા ગામના અગ્રણીઓ માં ભરતભાઇ ભાભોર,ચિરાગભાઈ ભાભોર,પવનભાઈ અગ્રવાલ,સંતોષભાઈ અગ્રવાલ જેવા સેવાભાવી ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

