નડિયાદ મૈત્રી સંસ્થાના પટાંગણમાં ગાંધી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ મૈત્રી સંસ્થાના પટાંગણમાં ગાંધી જન્મ જયંતી નિમિત્તે કાર્યક્રમ યોજવામાં આવ્યો
નડિયાદ ની દિવ્યાંગો માટેની શારદા વેલફેર ટ્રસ્ટ સંચાલિત મૈત્રી સંસ્થા, તથા ચરોતર મિત્ર સાપ્તાહિક ના સંયુક્ત ઉપક્રમે નડિયાદ પીજ ભાગોળ વિસ્તારમાં આવેલ દિવ્યાંગોની સંસ્થા મૈત્રી ના પટાંગણમાં ગાંધી જયંતી અંતર્ગત સ્વચ્છતા અંતર્ગત શ્રમ દાન, દિવ્યાંગોની રેલી, તથા અપની મીટ્ટી અપના દેશ નો ત્રિવેણી કાર્યક્રમ નહેરુ યુવા કેન્દ્રના જિલ્લા યુવા અધિકારી મહેશ રાઠવા, મૈત્રી સંસ્થાના ડાયરેક્ટર મેહુલ પરમાર, નહેરુ યુવા કેન્દ્રના સંજય પટેલ, ચરોતર મિત્રના મેં. તંત્રી અને એનવાય કે ના રાષ્ટ્રીય યુવા કર્મી આલાપ તલાટી ની ઉપસ્થિતિમાં યોજાયો. આ કાર્યક્રમમાં ખેડા જિલ્લાના દિવ્યાંગ વિદ્યાર્થીઓ, તેમના વાલીઓ તથા જિલ્લાના એનવાય કે ના રાષ્ટ્રીય સેવા કર્મીઓ ઉપસ્થિત રહી અમૃત કળશ માં ચોખા અને માટી અર્પણ કરાયા હતા. આ ઉપરાંત સ્વચ્છતા અને સ્વચ્છતા રેલીનું આયોજન કરાયું હતું . આ રેલી મૈત્રી સંસ્થા થી નીકળી મુખ્ય માર્ગો ઉપર ફરી કાર્યક્રમ સ્થળે પરત આવી હતી. જ્યાં કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ ગાંધી જયંતી નિમિત્તે સ્વચ્છતા ના સપથ લીધા હતા . એન વાય કે ના મહેશ રાઠવા એ ત્રણેય કાર્યક્રમ અંતર્ગત પ્રધાનમંત્રી ની દુરં દેશી તથા મહાત્મા ગાંધીજી ના સ્વચ્છતા અભિયાન અંતર્ગત સમજ આપી હતી. અને વડાપ્રધાન નો સંદેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે મુક, બધીર, દિવ્યાંગ વિદ્યાર્થીઓ ને સાથે રાખી આ કાર્યક્રમ કરાયો હતો.