ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમને ગેરમાર્ગે દોરનાર ગરબાડાના ભીલોઈ ગામના ઈસમ વિરૂધ્ધ પોલીસ ફરિયાદ કરતાં ગરબાડા મામલતદાર

અનવરખાન પઠાણ

દાહોદ તા.૧૭
દાહોદ જિલ્લાના ગરબાડા નગરમાં રહેતા એક ઈસમે બે – ત્રણ દિવસ અગાઉ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમનેને ફરિયાદ કરી ગેરમાર્ગે દોરી પોતાની પાસે અનાજ ન હોવાની ફરિયાદ કરતાં આ અંગે ગરબાડા મામલતદારને જાણ થતાં અને તેના ઘરની તલાસી લેતા પુરતા પ્રમાણમાં તેના ઘરમાંથી અનાજ મળી આવતાં આ સંબંધે મામલતદાર દ્વારા તંત્રને ખોટી રીતે ગેરમાર્ગે દોરવા બદલ આ ઈસમ વિરૂધ્ધ પોલીસમાં કાયદેસરની ફરિયાદ નોંધાવતા પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો છે.
ગરબાડા તાલુકામાં ભીલોઈ ગામે પટેલ ફળિયામાં રહેતા વિરસીંગભાઈ કે.રાઠોડ દ્વારા ગત તા.૧૫મી એપ્રિલના રોજ ગાંધીનગર સ્ટેટ કંટ્રોલ રૂમમાં ઓનલાઈન ફરિયાદ કરી જણાવ્યું હતુ કે, પોતાના ઘરમાં અનાજ નથી અને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. માટે આ બાબતની જાણ ગરબાડા મામલતદારને થતાં તેઓ અને તેમની ટીમ તાબડતોડ ઉપરોક્ત ઈસમના ઘરે પહોંચી ગઈ હતી જ્યા તેના ઘરમાં તલાસી લેતા ઘરમાંથી ૫૦ કિલો મકાઈનો લોટ, દાળ, ચોખા વિગેરે પુરતા પ્રમાણમાં મળી આવ્યા હતા તે ઉપરાંત બે ગેસના ભરેલા સિલીન્ડર પણ નજરે પડતાં સમાજ તેમજ તંત્રને ખોટી રીતે ગેરમાર્ગે દોરવાના આરોપસર આ સંબંધે ગરબાડા મામલતદાર એમ.એમ.પટેલ દ્વારા વિરસીંગભાઈ કે. રાઠોડ વિરૂધ્ધ ગરબાડા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
#Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: