નરસંડા ચોકડી પાસેથી પોલીસે ૪૨.૬૨ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી.

નરેશ ગનવાણી નડિયાદ

નરસંડા ચોકડી પાસેથી પોલીસે ૪૨.૬૨ લાખનો વિદેશી દારૂ ભરેલી ટ્રક ઝડપી પાડી

વડતાલ પોલીસે વિદેશી દારૂ ભરેલો ટ્રક બાતમી આધારે ઝડપી પાડયો હતો. દરમિયાન પકડાયેલા ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરની પૂછપરછ કરતા વિદેશી દારૂ રાજસ્થાન થી  કચ્છ પહોચાડવાનો હોવાનુ જણાવ્યુ હતુ. આ બનાવ અંગે વડતાલ પોલીસે બેની અટકાયત કરી ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધ્યો છે. વડતાલ પોલીસે  પેટ્રોલિંગ દરમિયાન બાતમી મળી હતી કે વડોદરા તરફથી આવતી  ટ્રકમાં વિદેશી દારૂ ભરીને અમદાવાદ તરફ જાય છે. વડતાલ પોલીસે નરસંડા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. તે વખતે  ટ્રક પસાર થતા તેને રોકી તલાસી લેતા બોક્સ ભરેલા હતા. જેમાં  વિદેશી દારૂ હતો. ટ્રકને પોલીસ  વડતાલ પોલીસ સ્ટેશન લાવી તપાસ કરતા  વિદેશી દારૂની નાની મોટી ૩૬ હજાર બોટલ મળી કુલ રૂ ૪૨.૬૨ લાખનો વિદેશી દારૂ મળી આવ્યો હતો.પોલીસે  ટ્રક ડ્રાઇવર કિશોર બંસીધર મીણા અને ક્લિનર બલવિંરસીંગ મોહનરામ જાટ બંન્ને રહે સીહોટ બડી બિન્દાસી રોડ રાજસ્થાનની પૂછપરછ કરતા ટ્રક માલિક પ્રીતિ ભવરસિંગ યાદવ છે. જ્યારે મુકેશ સેવદા રહે. લોસલ તા. ધોદ જિ.સીકર રાજસ્થાને આ વિદેશી રાજસ્થાનથી ભરીને કચ્છમાં રહેતા એક શખ્સનો મોબાઇલ નંબર આપ્યો હતો તેને આ વિદેશી દારૂ પહોચાડવાનો હોવાનુ જણાવ્યુ હતુ. આ બનાવ અંગે વડતાલ પોલીસે ટ્રકના ડ્રાઈવર અને ક્લિનરની અટકાયત કરી ત્રણ શખ્સોને વોન્ટેડ જાહેર કરી ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: