આરોગ્ય વિભાગ ઘ્વારા જીલ્લાના ગામોમાં આયુષમાન સભા યોજવામાં આવી.
નરેશ ગનવાણી નડિયાદ
આરોગ્ય વિભાગ ઘ્વારા જીલ્લાના ગામોમાં આયુષમાન સભા યોજવામાં આવી.
ખેડા કલેકટર કે.એલ.બચાણી અને માન જીલ્લા વિકાસ અઘિકારી શિવાની અગ્રવાલ ગોયેલ ના માર્ગદર્શન હેઠળ જીલ્લાના ૨૯૫ ગામોમાં આયુષમાન સભા યોજવામાં આવી.હતી. આ સભામાં નીચે મુજબની પ્રવૃતિ કરવામાં આવી હતી. આયુષ્માન કાર્ડનું વિતરણ અને પ્રદર્શન કરવામાં આવ્યુ. પાત્રતા ઘરાવતા લાભાર્થીઓની યાદી જાહેર કરવામાં આવી. PM-JAY હેઠળ સારવાર મેળવનાર લાભાર્થીઓની યાદી થી લોકોને માહીતગાર કરવામાં આવ્યા. PM-JAY હેઠળ વિસ્તારની સૂચિબદ્ધ હોસ્પિટલોની યાદી જાહેર કરવામાં આવી. એનસીડી, સંચારી સેવાઓ અને ટીબી જેવી બિમારીની નાબૂદી અને આભા આઈડી બનાવવાની સુવિધા વિશે જાગૃતિ લાવવા માટે વિશેષ આરોગ્ય ચર્ચાઓ કરવામાં આવી. આરોગ્ય વિભાગની સામાજિક જવાબદારી સુનિશ્ચિત કરીને આરોગ્ય સેવાઓ સંબંધિત તેમના મુદ્દાઓ અને ચિંતાઓ વ્યક્ત કરવા માટે સમુદાય માટે આ આયુષમાન સભા એક પ્લેટફોર્મ બન્યુ. દંતકથાઓ અને અંધશ્રઘ્ધાઓને સંબોધિત કરી સર્વગ્રાહી અભિગમ ધ્વારા રોગ અટકાયત. વિશે ચર્ચા કરવામાં આવી. સદર સભામાં જીલ્લાના માન ૫દાઘિકારીઓ, જીલ્લા તાલુકાના આરોગ્ય અઘિકારીઓ,અન્ય વિભાગના અઘિકારી/કર્મચારી તથા સુ૫રવાઈઝર વગેરે હાજર રહી સભાને સફળ માર્ગદર્શન પુરુ પાડ્યું હતું.