નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજની બહેનોએ ગાંધીસંસ્થાઓની સફાઈવંદના કરી.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદની સૂરજબા મહિલા આર્ટસ કોલેજની બહેનોએ ગાંધીસંસ્થાઓની સફાઈવંદના કરી

બીજી ઓક્ટોબરની ગાંધી જયંતિ નિમિત્તે ખેડા જિલ્લાની એકમાત્ર મહિલા કોલેજની બહેનોએ અનોખી સફાઈવંદના કરી. મહાત્મા ગાંધીજી માટે નડિયાદ શહેરમાં અનેકવાર નિવાસસ્થાન બનેલા હિંદુ અનાથ આશ્રમની સફાઈ કોલેજની બહેનોએ વહેલી સવારથી શરુ કરી. આ ઉપરાંત શહેરના મુખ્ય માર્ગો ઉપર આવેલા સરદાર,ગાંધી,આંબેડકર,ઈન્દુચાચા અને ગોર્વધનરામ ત્રિપાઠી વગેરેની પ્રતિમાઓ(પૂતળાઓ)ની પણ સફાઈ વંદના કરી.ત્યારબાદ આ બહેનોએ વિઠ્ઠલકન્યા વિદ્યાલય ખાતે સરદાર સાહેબના ગુરુબંધુ વિઠ્ઠલભાઈ પટેલના સ્ટેચ્યુની પણ સફાઈવંદના કરી. કોલેજના એન એસ એસ, એન સી સી સ્પોર્ટ્સ  અને સ્ટુડન્ટ યુનિયન ની ૧૦૦થી વધુ બહેનોએ બીજી ઓક્ટોબરની ગાંધી જયંતિની પૂર્વ સવારે સ્વછતા હી સેવા યોજના અંતર્ગત આ વિશિષ્ટ સફાઈવંદના કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: