ઝાલોદ તાલુકાના ટીંબી ગામ ખાતેથી મહાકાય અજગરનુ રેસ્કયુ કરાયું.
પંકજ પંડિત
તાલુકો : ઝાલોદ
જિલ્લો : દાહોદ
ઝાલોદ તાલુકાના ટીંબી ગામ ખાતેથી મહાકાય અજગરનુ રેસ્કયુ કરાયું
ટીંબી ગામ ખાતે અજગર હોવાની માહિતી રેસ્કયુર ટીમને મળતા રેસ્કયુર ટીમના મેમ્બર તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. જેમાં ટીમના મેમ્બર દ્વારા વન વિભાગને જાણ કરાતા વન વિભાગના મછાર હિમાંશુ અને રોનવીલ રાહુલ પણ સ્થળ પહોંચ્યા હતા. જેમાં સ્થળ પરથી ટીમના મેમ્બર ચારેલ કીલરાજસિંહ તેમજ નીલું વનઝારા અને કલ્પેશ મેસન દ્વારા વન વિભાગના સ્ટાફની ઉપસ્થિતિમાં અજગરનુ રેસ્કયુ કર્યું હતું.અંદાજીત 10 ફૂટથી વધુ લંબાઈ અને 20 કિલોગ્રામ વજન ધરાવતા અજગરનુ રેસ્કયુ કરાયું હતું. રેસ્કયુ કર્યા પછી રેસ્કયુર ટીમના મેમ્બર દ્વારા અજગરને તેના અનુકૂળ વિસ્તાર પેથાપુર ફોરેસ્ટ વિસ્તારમાં સહીસલામત રીલીઝ કરી દેવામાં આવ્યો.