માતરના પરીએજ અને બામણ ગામ વચ્ચે  કાંસ ઉપર આવેલ માઈનોર બ્રિજ ધરાશાયી થયો.

નરેશ ગનવાણી નડિયાદ

માતરના પરીએજ અને બામણ ગામ વચ્ચે  કાંસ ઉપર આવેલ માઈનોર બ્રિજ ધરાશાયી થયો,

કોઈ જાનહાનિ નહીં માતરના પરીએજ અને બામણ ગામ વચ્ચે વરસાદી પાણીના નિકાલ માટેના કાંસ ઉપર આવેલ માઈનોર બ્રિજ ગતરોજ ધડાકાભેર ધરાશાયી થઈ ગયો હતો. સદનસીબે આ સમયે બ્રિજ પરથી કોઈ વાહન કે કોઈ વ્યક્તિની અવરજવર ન હતી જાનહાની થઇ નહોતી. અહીંયા ખુબજ ઓવરલોડીગ ટ્રક, ડમ્પર જેવા ભારેભરખમ વાહનો પસાર થતા હોવાથી આ બ્રીજ તૂટ્યો હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે.સિંચાઈ વિભાગ દ્વારા વરસાદી પાણીના નિકાલ માટે નડિયાદ તાલુકામાંથી ખંભાત સુધી કાંસ બનાવવામાં આવ્યો છે.  માતર તાલુકાના પરીએજ અને બામણગામ વચ્ચે તંત્ર દ્વારા કાંસ પર વર્ષો પૂર્વે નાનો બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ પરથી બામણગામના લોકો પરીએજ થઈ તાલુકા મથક માતર ખાતે અવરજવર કરતા હતા.   જર્જરીત બનેલ આ બ્રિજ પરથી ઘણા સમયથી ઓવરલોડ ભારે વાહનો રોજબરોજ મોટી સંખ્યામાં પસાર થતા હતા.જેને લઇ આ બ્રિજ ગમે ત્યારે ધરાશાયી થાય એવી સ્થિતિ હતી. તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા આ પ્રત્યે આંખ આડા કાન કરવામાં આવ્યા હોવાનું ગ્રામજનો કહી રહ્યા છે. દરમિયાન કાંસ પર આવેલ આ જર્જરીત બ્રિજનો વચ્ચેનો ભાગ ગઇ કાલે  ધરાશાયી થઈ કાંસના પાણીમાં ખાબક્યો હતો. જોકે આ સમયે બ્રિજ પરથી કોઈ વાહન કે કોઈ વ્યક્તિની અવરજવર ન હોય કોઈ જાનહાની થઈ નહોતી.બામણગામના ગ્રામજનો માટે તાલુકા મથક માતર જવા માટેનો આ બ્રિજ પર થઈને જતો એકમાત્ર રસ્તો છે હવે બ્રિજ ધરાશાયી થતા બામણગામના ગ્રામજનોને લાંબુ અંતર કાપીને  માતર જઉ પડશે તંત્રએ પણ કબૂલ્યું કે બ્રીજ ૪૦ વર્ષ જુનો છે અને ઓવરલોડ વાહનોના લીધે બ્રીજ તૂટ્યો છેતંત્રને આ બાબતે જાણ થતાં કાંસ વિભાગના અધિકારીઓ દોડતા થઈ ગયા હતા. બનાવના ગણતરીના કલાકોમાં સ્થળ પર પહોંચી બ્રીજના સમારકામની કામગીરી હાથ ધરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: