નડિયાદ ડાકોર રોડ ઉપર આદ્યશક્તિ ગ્રુપ આયોજીત બંસરી ખેલૈયા-રાસગરબા નું આયોજન.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદ ડાકોર રોડ ઉપર આદ્યશક્તિ ગ્રુપ આયોજીત બંસરી ખેલૈયા-રાસગરબા નું આયોજન કરાયું

આદ્યશક્તિ ગ્રુપ આયોજીત બંસરી ખેલૈયા-રાસગરબા મહોત્સવ 2023 અંતગર્ત નડિયાદના હેલીપેડ સામે રીંગ રોડ પર આવેલ બંસરી પાર્ટી પ્લોટ ખાતે આ ગરબા મહોત્સવનુ આયોજન કરવામાં આવ્યું છે.જેમાં  કલાકાર સૌરભ પરીખના સંગીતના તાલે  ખેલૈયાઓ મન મૂકીને ઝૂમશે. આયોજકો દ્વારા તમામ પ્રકારની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તાજેતરમાં બનતા હાર્ટએટેકના બનાવોને લઈને અહીંયા નવ દિવસ એમ્બ્યુલન્સ સાથે તબીબની ટીમ પણ હાજર રહેશે. આયોજકોએ જણાવ્યું હતું કે, આ ગરબા‌ મહોત્સવમાં અમે એક નવો ટ્રેડ લઈને આવ્યા છે. જેમાં ખેલૈયા યુવતી, મહિલાઓ માટે રૂપિયા ૧૦૦ (૯ દિવસ)ના ટોકન ચાર્જની સામે 1 નંગ બોડી સ્પ્રે તંદન ફ્રી આપવાના છે. તેમજ સાડીના પરિધાનમાં આવતી યુવતી મહિલાઓ પણ અહીંયા ગરબે ઝૂમી શકે તેવું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે યુવાનો માટે પણ રૂપિયા ૧૫૦૦ (૯ દિવસ)ની સામે ૧૦ નંગ બોડી સ્પ્રે આપવાના છે. અહીયા ૩૫ હજાર સ્ક્વેર ફુટ ગ્રાઉન્ડ ખેલૈયાઓ માટે હશે. વિશેષ વરસાદને લઈને પણ અમે આગોતરુ આયોજન કરી દીધું છે. જેમાં વરસાદ વરસે કલાક બે કલાકમાં પાણી સુકાઈ જાય તેવી વ્યવસ્થા ગોઠવવી છે‌. આમ ૯ દિવસ ભક્તિ ભાવથી મા જગદંબાની સ્થાપના કરી નવરાત્રી પર્વની અહીંયા દબદબાભેર ઉજવણી કરવામાં આવશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: