ફતેપુરા તાલુકાના પીપલારા ગામે શિફ્ટ કાર-મોટરસાયકલ અકસ્માતમાં બે યુવાનોના મોત:ચાર ને ઈજા.

ફતેપુરા પ્રતિનિધિ શબ્બીરભાઈ સુનેલવાલા

ફતેપુરા તાલુકાના પીપલારા ગામે શિફ્ટ કાર-મોટરસાયકલ અકસ્માતમાં બે યુવાનોના મોત:ચાર ને ઈજા.

ફતેપુરા થી મોટરસાયકલ ઉપર કામ અર્થે પાટવેલ જતા સમયેપીપલારામા અકસ્માત નો ભોગ બનેલા બે મિત્રોના મોત,જ્યારે એક ઇજાગ્રસ્તને સારવાર માટે અમદાવાદ રીફર કરાયોશિફ્ટ કારમાં સવાર ઇજાગ્રસ્ત ત્રણ વ્યક્તિઓમાં નવાગામ,વડવાસ તથા સરસ્વાપૂર્વના યુવાનો

ફતેપુરા તાલુકાના ફતેપુરા નગરમાં પાછલા પ્લોટ ખાતે રહેતા તથા એક અંબે માતાજી મંદિર સામે રહેતા ત્રણ મિત્રો મંગળવાર રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં પાટવેલ ગામે કોઈ કામ અર્થે મોટર સાયકલ ઉપર નીકળ્યા હતા.તેવા સમયે પીપલારા ગામે જતાં સામેથી આવતી શિફ્ટ કારના ચાલકે તેના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ સાથે અકસ્માત કરતા મોટરસાયકલ સવાર ત્રણ વ્યક્તિઓ પૈકી ગંભીર ઇજાગ્રસ્ત બે યુવાનોના સારવાર મળે તે પહેલા જ મોત નીપજવા પામેલ હોવાનું જાણવા મળે છે.જ્યારે એક મોટરસાયકલ સવાર યુવાનને વધુ સારવાર માટે અમદાવાદ ખાતે રીફર કરવામાં આવેલ છે.જ્યારે શિફ્ટ કારમાં સવાર ત્રણ વ્યક્તિઓને પણ નાની-મોટી ઇજાઓ પહોંચવા પામેલ હોવાનું જાણવા મળે છે.

પ્રાપ્ત વિગતો મુજબ ફતેપુરા તાલુકાના ફતેપુરા નગરમાં પાછલા પ્લોટ ખાતે રહેતા યશકુમાર અનિલભાઈ શર્મા (ઉ.વ ૨૯) તથા શ્રીકાંત હરીશકુમાર ઓસવાલ (ઉ.વ.૩૩) સાથે વિકેશભાઈ ઉર્ફે ધમો રાજેન્દ્રભાઈ પટેલ (કલાલ) નાઓ મંગળવાર રાત્રિના સાડા નવેક વાગ્યાના અરસામાં મોટરસાયકલ ઉપર કોઈ કામ અર્થે પાટવેલ બાજુ ગયેલા હતા.તેવા સમયે પીપલારા ગામે રોડ ઉપર સામેથી શિફ્ટ કાર જે પાટવેલ રાજસ્થાન તરફ જઈ રહી હતી.જેનો નંબર-જીજે.૧૫-સીડી-૪૪૬૫ ના ચાલકે પોતાના કબજાની ગાડીને પુરપાટ અને ગફલત ભરી રીતે હંકારી લાવી મોટરસાયકલ સવારોને અડફેટમાં લઈ અકસ્માત સર્જતા યશકુમાર તથા શ�

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: