દાહોદમાં જાહેરનામાનો ભંગ કરતાં બે દુકાનદારોની દુકાન સીલ કરાઈ

અનવરખાન પઠાણ
દાહોદ તા.૧૭
દાહોદ શહેર સહિત જિલ્લાને કોરોના સંક્રમણથી બચાવવા આરોગ્ય તંત્ર અને વહીવટી તંત્ર સતત કામે જાતરાયું છે ત્યારે આવા સમયે શહેરમાં એક હેર કટીંગ સુલન દ્વારા પોતાની દુકાન ચાલુ રાખી ધંધો કરતો હોવાનુ તેમજ એક સીમેન્ટ ડેપોના માલિક દ્વારા પણ પોતાનો ધંધો ચાલુ રખાયો હોવાનુ પાલિકા તંત્રને માલુમ પડતાં પાલિકા તંત્ર દ્વારા આ બંન્ને દુકાનોને સીલ કરી દેવામાં આવ્યુ છે.
દાહોદ શહેરના ચાકલિયા રોડ Âસ્થત એક બહુમાળી પાસે રોશની હેર કટીંગ સલુનની દુકાન આવેલી છે. આ દુકાન દ્વારા આવા કટોકટીના સમયે અને કોરોના વાયરસના કહેર વચ્ચે અને પ્રતિબંધના જાહેરનામા વચ્ચે આજરોજ પોતાની દુકાન ચાલુ રાખી લોકોના વાળ,દાઢી કરી આપતો હતો. આવા સમયે આ બાબતની જાણ દાહોદ પાલિકા તંત્રને થતાં પાલિકા તંત્રના સત્તાધીશો તાત્કાલિક આ દુકાન ખાતે દોડી ગયા હતા. જ્યા આ દુકાનદાર બિન્દાસ્તપણે પોતાની દુકાનમાં લોકોના વાળ,દાઢી કરતો નજરે પડ્‌યો હતો. પાલિકા તંત્રએ તાત્કાલિક આ દુકાનને સીલ કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી જ્યારે શહેરના ગૌશાળા થી રળીયાતી તરફ જવાના માર્ગ પર આવેલ ખંડેલવાલ સિમેન્ટ ડેપોને પણ તંત્ર દ્વારા સીલ કરી દેવામાં આવ્યું હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે.
# Sindhuuday Dahod

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!