ઝાલોદ તાલુકાના ચાકલિયા મુકામે થી ૬૦૨૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડતું પોલિસ તંત્ર.

પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો : દાહોદ

ઝાલોદ તાલુકાના ચાકલિયા મુકામે થી ૬૦૨૪૦ રૂપિયાના મુદ્દામાલ સાથે વિદેશી દારૂ ઝડપી પાડતું પોલિસ તંત્ર

ઝાલોદ તાલુકાના ચાકલિયા પોલીસ ઇન્સ્પેક્ટર આર.જી.ચુડાસમા પોલિસ સ્ટાફ સાથે રાખી પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન બાતમીના આધારે શારદા ગામે નિશાળ ફળિયામાં પાસે એક બાઇક વિદેશી દારૂના જથ્થા સાથે પકડી પાડવામાં આવેલ હતી. આ પલ્સર બાઇક જેનો નંબર જીજે 20-એલ-2322 હતો. આ બાઈક પરથી ત્રણ વ્હિસ્કીની પેટીઓ જેમાં 216 નંગ વિદેશી દારૂની બોટલ હતી તેનો કીમત 30240 અને પલ્સર બાઇકની કીમત 30000 એમ ટોટલ 60240 રૂપિયાનો મુદ્દામાલ ઝડપી પાડી પ્રોહી જથ્થાની હેરાફેરી કરનાર ઈસમો વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. આમ ચાકલિયા પોલિસના ઈન્સ્પેક્ટર આર.જી.ચુડાસમા અને અન્ય સાથે રહેલ પોલીસ સ્ટાફને વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મળેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: