ગરબાડાથી નવાફળિયા ગામ તરફ જતા ડામર રોડ વચ્ચે ગાબડું પડતાં અકસ્માતનો ભય.
ગરબાડાથી નવાફળિયા ગામ તરફ જતા ડામર રોડ વચ્ચે ગાબડું પડતાં અકસ્માતનો ભય.
ગરબાડા તાલુકામાં ગરબાડા થી નવાફળિયા ગામ તરફ જતા ડામર રોડ પર વરસાદ વરસતા રોડ વચ્ચે નાળા પર ગાબડું પડી જવા પામ્યું છે જેને લગભગ એક મહિના જેટલો સમય વીતવા આવ્યો છે છતાં તંત્ર દ્વારા આ રોડ પર પડેલ ગાબડું રિપેર કરવામાં ન આવતા અચાનક કોઈ વ્યક્તિ આ ગાબડાના કારણે અકસ્માતનો ભોગ બને તેમ છે છતાં પણ માર્ગ મકાન વિભાગના આ રોડ પર પડેલ ગાબડા ને પૂરવા લોક માંગ ઉઠવા પામી છે. જો તંત્ર દ્વારા આ બાબતે તાત્કાલિક અસરથી કામગીરી કરવામાં નહિ આવે તો વાહન ચાલકો પોતાનો જીવ ગુમાવી બેસે તેમ છે.