નડિયાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશા મુક્ત સપ્તાહ ઉજવણી કરાઈ.

નરેશ ગનવાણી નડિયાદ

નડિયાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશા મુક્ત સપ્તાહ ઉજવણી કરાઈ

ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોંચી નશા યુક્ત પીણાં પીવાથી પડતી અસરો વિશે સમજૂતી અપાઈ હાલ સમાજમાં નશાની પ્રવૃત્તિનો કીડો સળવળી સમાજને ખોખલો કરી રહ્યો છે. અનેક લોકો આ નશાના આદી, બંધારણી બન્યા છે. ત્યારે ભારત સરકારે ખાસ ઝૂંબેશ શરૂ કરી ‘નશા મુક્ત ભારત’ હેઠળ અનેક નશાકારીઓને સમજાવી તેઓનુ કાઉન્સિલીગ કરી નશાની લતમાંથી બહાર કાઢ્યા છે. બાળક હોય કે યુવાન તમામને નશાના આદી થયા છે ત્યારે નડિયાદમાં જિલ્લા બાળ સુરક્ષા એકમ દ્વારા નશા મુક્ત સપ્તાહની ઉજવણી કરાઈ રહી છે. આ અંતગર્ત શહેરમાં આવેલ ઝુપડપટ્ટી વિસ્તારમાં પહોંચી નશા યુક્ત પીણાં પીવાથી પડતી અસરો વિશે સમજૂતી અપાઈ અને વ્યસન મુક્ત બનાવવા માટે પ્રતિજ્ઞા લેવાડવવામા આવી છે.જિલ્લા બાળ સુરક્ષા એકમ નડિયાદ દ્વારા નશા મુકત ભારત ઝૂંબેશ અન્વયે નશા મુક્ત સપ્તાહ ઉજવણી કરાઈ રહી છે. આ અંતર્ગત ગતરોજ ગુરુવારે શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ અનેરી હાઈટ્સ કેનાલ વિસ્તારમા આવેલ ઝુપડપટ્ટીમાં જનજાગૃતિનો ખાસ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. જેમાં જિલ્લા બાળ સુરક્ષા અધિકારી મહેશ પટેલે વિસ્તૃત સમજૂતી આપી હતી. તેમજ વ્યસનો દ્વારા પરિવારમાં શારીરિક અને આર્થિક પરિસ્થિતિ અંગે ઊભી થતી મુશ્કેલીઓ અંગે વિસ્તૃતથી ચર્ચા કરી હતી. અને સમાજમાં બનેલા એવા કેટલાક દાખલાઓ પણ વર્ણાવ્યા હતા. નશાની લતથી અનેક બહેનો નાની ઉંમરમાં જ વિધવા બને છે આ કાર્યક્રમમાં હાજર રહેલા તમામ લોકોને વ્યસન મુક્ત પરિવાર બનાવવા માટે ખાસ પ્રતિજ્ઞા લેવડાવવામા આવી હતી. આ કાર્યકમમાં જિલ્લા બાળ સુરક્ષા એકમના કર્મચારીઓ અને માતૃછાયા અનાથ આશ્રમના સંદીપ પરમાર ખાસ હાજર રહી તમામ લોકોને માર્ગદર્શન પુરુ પાડ્યું હતું. ‘નશા મુક્ત ભારત’ બનાવવા તમામ લોકોએ હાકલ કરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: