ગરબાડા તાલુકા કુમાર શાળા ખાતે એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સંકલ્પ સપ્તાહ, શિક્ષા એક સંકલ્પ કાર્યક્રમ યોજાયો.

વનરાજ ભુરીયા ગરબાડા

ગરબાડા તાલુકા કુમાર શાળા ખાતે એસ્પીરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સંકલ્પ સપ્તાહ, શિક્ષા એક સંકલ્પ કાર્યક્રમ યોજાયો.

તાલુકા કુમાર શાળા ગરબાડા ખાતે તા .૦૭/ ૧૦/ ૨૦૨૩ ને શનિવારના રોજ તાલુકા પ્રભુખ મયુર ભાભોરના અધ્યક્ષપણા હેઠળ સંકલ્પ સપ્તાહની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જેમાં અતિથિ વિષેશ તરીકે જિલ્લા સભ્ય અર્જુનભાઈ ગારી અને તાલુકા શિક્ષણાધિકારી આર.એ.ગડરિયા અને મુખ્ય મહેમાન તરીકે ગામના સરપંચ, તલાટી કમ મંત્રી, તાલુકા સભ્ય એસ.એમ.સી સભ્યો, પંચાયતના સભ્ય સાથે શાળાના તમામ શિક્ષકો, પેટા શાળાના આચાર્ય ઓ, સી.આર.સી.કો.ઓ અને બી.કે.ની ઉપસ્થિત રહ્યા હતા. જે કાર્યક્રમમાં આવેલ મહેમાનો નું શાબ્દિક સ્વાગત શાળાના આચાર્ય નરવતભાઈ એલ ડામોર ધ્વારા કરવામાં આવ્યુ હતુ.સાથે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી આર.એ ગડરીયાએ તમામ એન્ડિકેટરની વિસ્તૃત સમજ આપવામાં આવી હતી. ગરબાડા તાલુકાને એસ્પીરેશનલ તરીકે પસંદગી કરવામાં આવી છે ત્યારે “શિક્ષા એક સંકલ્પ” ની થીમ્સ સાથે તાલુકા કુમાર શાળા ગરબાડા, તાલુકા કન્યા શાળા અને અંગ્રેજી માધ્યમ તાલુકા શાળા આ ત્રણ શાળાના કુલ ૫૦૫ જેટલા બાળકોએ ડિઝીટલ લીટરશી, જોય ઓફ લર્નિંગ, પડેગી બેટી તો બઢેગી બેટી અને બેસ્ટ સ્ટુડન્ટ એન્ડ બેસ્ટ ટીચર આ ચાર વિભાગમાં ૨૧ જેટલી પ્રવૃતિઓ બાળકો ઘ્વારા રજુ કરવામાં આવી હતી.આ તમામ પ્રવૃતિઓને આવેલ મહેમાનો એ નિહાળી હતી અને પ્રથમ નંબર આવેલ બાળકોને ઇનામ, એવોર્ડસ પ્રમાણપત્રો આપી પ્રોત્સાહન પુરૂ પાડયુ હતુ.ગામના સરપંચ અને તલાટી કમ મંત્રીએ તિથિ ભોજનમાં વેજિટેબલ પુલાવ અને કેળા આપ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: