ઝાલોદ તાલુકાના કાળીમહુડી મુકામે ઇકોકાર અને મોટરસાઇકલ ભટકાતા બાઇક ચાલકનું મોત.
પંકજ પંડિત તાલુકો : ઝાલોદ જિલ્લો :દાહોદ
ઝાલોદ તાલુકાના કાળીમહુડી મુકામે ઇકોકાર અને મોટરસાઇકલ ભટકાતા બાઇક ચાલકનું મોત
તારીખ 07-10-2023 શનિવારના રોજ આસરે રાત્રીના 8:30 વાગે કાળીમહુડી મુકામે મારુતિ ઇકો અને મોટર સાયકલ સવાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બાઇક સવારને લીમડી મુકામે સરકારી હોસ્પિટલમાં લઇ જતા ત્યાં ત્યાં ડોક્ટર દ્વારા બાઇક ચાલકને મૃત જાહેર કરેલ હતો. તારીખ 07-10-2023 ના રોજ વિજય કસુ ભાભોર લીમડી તરફથી જતાં દાહોદ રોડ પર પોતાના ગામ વસ્તી મુકામે પોતાની મોટરસાયકલ GJ-20-AL-8128 નંબરની લઈ જઈ રહેલ હતા તે દરમિયાન કાળીમહુડી પ્રાથમીક શાળાની નજીક દાહોદ તરફ થી પૂરપાટ આવતી મારુતિ ઇકો જેનો નંબર MP-09-WE-6983 ના ચાલક દ્વારા બેફિકરાઈ થી ગાડી ચલાવી બાઇક સવારને અડફેટે લીધો હતો. જેમાં બાઇક સવાર ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતાં તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં તેમને લીમડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા ત્યાં સરકારી દવાખાનાના ડોક્ટર દ્વારા બાઇક સવારને મૃત જાહેર કરવામાં આવેલ હતો. મૃતકના પરિવારજનો દ્વારા લીમડી પોલિસ મથકે અજાણ્યા ફરાર મારુતિ ઈકો ચાલાક વિરુધ્ધ ગુનો નોંધાવી તપાસની માંગ કરવામાં આવેલ છે.
