નડિયાદમાં આવેલ વૃધ્ધાશ્રમમાં રહેતા ૯૦ જેટલા વૃદ્ધો ને એક દંપતીએ પ્રેમથી જમાડ્યા
નરેશ ગનવાણી નડિયાદ


નડિયાદમાં આવેલ વૃધ્ધાશ્રમમાં રહેતા ૯૦ જેટલા વૃદ્ધો ને એક દંપતીએ પ્રેમથી જમાડ્યા અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. શ્રાદ્ધ એટલે પિતૃઓને પૂજન કરવાનો યાદ કરવાનો દિવસ, શ્રાદ્ધ દરમિયાન કુટુંબના વ્યક્તિઓ ભોજન કરાવીને પૂજા કરાવીને પિતૃઓ ને તૃપ્ત કરે છે. અને પિતૃઓના આશીર્વાદ લે છે. ખેડા જિલ્લાના નડિયાદ ખાતે પશ્ચિમ વિસ્તારમાં ચાલતા જય માનવસેવા પરિવાર સંચાલિત “દીકરાનુ ઘર” માં રહેતા ૯૦ જેટલા વૃદ્ધો ને પ્રેમથી જમાડવા નડિયાદ- ખેડા જિલ્લા અને રાજ્ય માંથી અનેક પરિવારો અહીં આવેલા છે. શ્રાદ્ધ શરૂ થયું ત્યારથી રોજ અનેક પરિવારો અહીં દાતા તરીકે આવ્યા છે. મેનેજિંગ ટ્રસ્ટી મનુભાઈ જોશી અને ભારતીબેન દીકરાનું ઘર જ્યાં છે . ત્યાં જ ભોજન બનાવડાવી તમામ વૃદ્ધોને પોતે અને ત્યાં જમાડવા આવેલા પરિવારજ નો પ્રેમથી હાથ ફેરવી વૃદ્ધોના આશીર્વાદ લઇ જમાડે છે.. એટલું જ નહીં જે વૃદ્ધો રૂમ ની બહાર નીકળી શકતા નથી તેમને તેમની રૂમમાં ભોજન જમાડવામાં આવે છે. ૯૦ માંથી ૨૫ ઉપરાંત વૃદ્ધો બહાર નીકળી શકતા નથી.આમ ખરા અર્થમાં શ્રાદ્ધ નિમિત્તે આવા વૃદ્ધોને જમાડી પિતૃઓને તૃપ્ત કરે છે. જય માનવસેવા પરિવારની આ સિવાય અનેક સેવાઓ ઉપલબ્ધ છે. કહેવાય છે કે શ્રાદ્ધ દરમિયાન પિતૃઓ પરિવારની પાસે આવતા હોય છે. તેવું માનવામાં આવે છે.
