નડિયાદ પાસે એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત નિપજ્યું.
નરેશ ગનવાણી નડિયાદ
નડિયાદ પાસે એક્સપ્રેસ હાઇવે પર અકસ્માત સર્જાતા કાર ચાલકનું મોત નિપજ્યું.
નડિયાદ પાસે અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર ગઇ કાલે સાંજે કાર ચાલકે હાઈવેની સાઈડ પર કાર પાર્ક કરી કારમાંથી બહાર ઉતારતાં અજાણ્યા વાહને અડફેટે લીધા હતા જેથી તેઓનુ મોત નિપજ્યું હતું.અમદાવાદ-વડોદરાના એક્સપ્રેસ હાઇવે પર સોમવારની મોડી સાંજે કાર ના ચાલકને અકસ્માત નડયો છે. કાર ચાલક હાઈવે પર સલુણ ઓવરબ્રિજ પાસે વડોદરા તરફના રોડે આવેલા સફેદ પટ્ટા પર પોતાની કાર ઉભી રાખી નીચે ઉતરતા કોઈ અજાણ્યા વાહને કાર ચાલક લક્ષ્મણભાઇ બબુભાઈ રબારી (રહે. ફાગણી, તા.પેટલાદ, ને અડફેટે લીધા હતા. અકસ્માત કરનાર વાહન ત્યાંથી નાસી ગયો હતો. ઘટના બાદ આસપાસના લોકો આવી ગયા હતા આ ઘટનાની જાણ મરણજનારના સગાને થતાં આ બનાવ સંદર્ભે મરણજનારના ભત્રીજા અરજણભાઇ ભગુભાઈ રબારીએ અજાણ્યા વાહન ચાલક સામે ફરિયાદ નોંધાવી છે.