પીજ ગામે અવેરનેસ પ્રોગ્રામ અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો.
નરેશ ગનવાણી નડિયાદ
પીજ ગામે અવેરનેસ પ્રોગ્રામ અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો
નડિયાદ તાલુકાના પીજ ગામ ખાતે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ ખાતે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડ (પશ્ચિમ ક્ષેત્ર પાઇપલાઇન) નવાગામ દ્વારા વિલેજ અવેરનેસ પ્રોગ્રામ અને સ્વચ્છતા હી સેવા અંતર્ગત કાર્યક્રમ કરવામાં આવ્યો જેમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ ના હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર મિત્રાલ કરોલી રામોલ અને પીજના ટીબી પેશન્ટોને પોષણયુક્ત આહાર માટે ઉત્તમ પોષણ કીટ નું વિતરણ કરવામાં આવ્યું તેમજ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પીજ ને માસ્ક ,સેનિટાઈઝર બાયોમેડિકલ વેસ્ટ માટે ડોલ તેમજ ગ્રીન ઝોન માટે પ્લાન્ટ ભેટ આપવામાં આવ્યા.તેમજ સ્વચ્છતા ડ્રાઇવ કરવા માં આવી ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન લિમિટેડના સિનિયર મેનેજર પપ્પુ કુમાર આસિસ્ટન્ટ મેનેજર ક્ષિતિજ કાંસલ, એન્જિનિયર પ્રકાશ અમીન, સંકેત ચિમોટે તથા સરપંચ શ્રી શીતલબેન તડવી મેડિકલ ઓફિસર ડો પૂર્વીબારોટ આરબીએસકે ડો દિલીપ પ્રજાપતિ ,ડૉ શ્રેયા શાહ, એસટી એસ મનીષ ક્રિશ્ચન, તાલુકા હેલ્થ સુપરવાઇઝર મેહુલ બૌદ્ધ, કોકીલાબેન મકવાણા એલ્વિના સત્યવીર ,જયદીપ મકવાણા ,ઉર્વશી શેલત અને આશા બેનો તેમજ આરોગ્ય નો સ્ટાફ હાજર રહી કાર્યક્રમ ને સફળ બનાવેલ