કપડવંજના બે મકાનોમાં થી સ્ટાર એ શ્રેણીમાં આવતા ૫૯ કાચબા મળી આવ્યા.
નરેશ ગનવાણી નડિયાદ
કપડવંજના બે મકાનોમાં થી સ્ટાર એ શ્રેણીમાં આવતા ૫૯ કાચબા મળી આવ્યા
કપડવંજ શહેરના બે મકાનો માંથી સોમવારે રાત્રે વાઇલ્ડ લાઇફ ક્રાઈમ કંટ્રોલ બ્યુરો મુંબઈ અને વનવિભાગ કપડવંજની ટીમો દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. જ્યાંથી સ્ટાર એ શ્રેણીમાં આવતા ૫૯ કાચબાને બચાવવામાં આવ્યા હતા. કપડવંજના અર્બુદાનગર સોસાયટીમાં રહેતા અને કાપડના વેપાર સાથે સંકળાયેલા કિશન કુમાર બંસીદાસ સામંતાની મકાન ના ઘરમાં બાતમી મુજબ તપાસ કરતા ૩૫ કાચબા મળી આવ્યા હતા, તેમ જ તેઓના ઘરની પાછળ આવેલ અન્ય એક બળવંત ભાઈ ગોવિંદભાઈ પટેલના મકાનમાં તપાસ કરતા ત્યાંથી વધુ ૨૪ કાચબા મળી કુલ ૫૯ કાચબા મળી આવ્યા હતા. મોટી સંખ્યામાં સ્ટાર કાચબા મળી આવતા ક્રાઈમ કંટ્રોલ બ્યુરો મુંબઈ અને કપડવંજ વન વિભાગ દ્વારા બંને મકાનમાલિકોની અટકાયત કરી તેમની વિરુદ્ધ વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.

