અપહરણ ગુન્હાના આરોપીને ગણતરીના કલાકમાં પોલીસે ઝડપી પાડ્યો.
સંજય જયસ્વાલ સંતરામપુર 8758523223
અપહરણ ગુન્હાના આરોપીને ગણતરીના કલાકમાં પોલીસે ઝડપ્યો
મહીંસાગર જીલ્લાના લુણાવાડા તાલુકા પોલીસ મથકમાં નોધાયેલ અપહરણ ગુન્હાના આરોપી સુનીલભાઇ લક્ષ્મણભાઇ ખાંટ રહે. સાદડીયા તા. લુણાવાડા જિ મહિસાગર તથા ફરિયાદીની સગીરવયની દિકરીની મળેલ બાતમી હકિકત મુજબ લુણાવાડા તાલુકાના દલુખડીયા ગામ પાસેથી પસાર થનાર હોય છે. જે બાતમી આધારે લુણાવાડા તાલુકા પોલીસે વોચ ગોઠવીને આરોપીને ભોગબનનાર સાથે ઝડપી પાડવામાં આવેલ હતો. અને આગળની કાયદેસર કાર્યવાહી હાથ ધરવામાં આવેલ હતી.