દાહોદ જિલ્લાના ગરબાડાના ચંદલા ગામેથી રૂા.૨૫ ઉપરાંતનો વિદેશી દારૂ ઝડપાયો

દાહોદ તા.૧૨

દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના ચંદલા ગામે એક મોટરસાઈકલ પરથી પોલીસે રૂા. ૨૫,૪૪૦ના વિદેશી દારૂ તથા બીયરના જથ્થા સાથે એક ઈસમ તેમજ કાયદાના સંઘર્ષમાં આવેલ એક બાળ કિશોરને ઝડપી પાડ્યાંનું જ્યારે કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની માતાને નોટીસ આપી હાજર થવા પોલીસ દ્વારા જણાવાયું છે.

દાહોદ જિલ્લામાં વિદેશી દારૂની રેલમઝેલ થઈ રહી છે અને તેમાંય હવે વિદેશી દારૂની હેરાફેરી માટે બુટલેગરો તેમજ વિદેશી દારૂની હેરાફેરી કરતાં તત્વોએ હવે બાળ કિશોરોનો હેરાફેરીમાં ઉપયોગ કરી રહ્યાં છે. ભુતકાળમાં પણ આવા વિદેશી દારૂની હેરાફેરીમાં બાળ કિશોરો સંઘર્ષમાં આવી ચુક્યાં છે ત્યારે આવોજ એક વધુ બનાવ બનવા પામ્યો છે જેમાં ગત તા.૧૧મી ઓક્ટોમ્બરના રોજ ગરબાડા પોલીસને મળેલ બાતમીના આધારે ચંદલા ચોકડી પાસીયા રોહા રસ્તા પર નાકાબંધી કરી ઉભા હતા અને તમામ નાના મોટા વાહનોની તલાસી હાથ ધરતાં હતાં તે સમયે ત્યાંથી બાતમીમાં દર્શાવેલ એક મોટરસાઈકલ પસાર થતાં પોલીસ સાબદી બની હતી અને મોટરસાઈકલ નજીક આવતાંની સાથે મોટરસાઈકલના ચાલક વિપુલભાઈ દિનેશબાઈ પલાસ (રહે. ખજુરીયા, ખાડા ફળિયા, તા. ગરબાડા, જિ.દાહોદ) અને તેની સાથેના એક બાળ કિશોરને પોલીસે ઝડપી પાડ્યાં હતાં. મોટરસાઈકલ પરથી પોલીસે વિદેશી દારૂ તથા બીયરની કુલ બોટલો નંગ. ૧૯૨ કિંમત રૂા. ૨૫,૪૪૦ના પ્રોહી જથ્થા સાથે મોટરસાઈકલની કિંમત મળી પોલીસે કુલ રૂા. ૫૫,૪૨૫નો મુદ્દામાલ કબજે કર્યાે હતો. કાયદાના સંઘર્ષમાં આવેલ બાળ કિશોરની માતાને પોલીસે નોટીસ આપવામાં આવી છે અને હાજર થવા જણાવાયું છે.

આ સંબંધે ગરબાડા પોલીસે પ્રોહીનો ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: