ભીતોડી પ્રાથમિક શાળા દ્વારા વિવિધ શૈક્ષણિક કચેરી અને સ્થળોની મુલાકાત યોજાઈ.

ભીતોડી પ્રાથમિક શાળા દ્વારા વિવિધ શૈક્ષણિક કચેરી અને સ્થળોની મુલાકાત યોજાઈ

ફતેપુરા તાલુકાની ભીતોડી પ્રાથમિક શાળાના બાળકો દ્વારા જુદા જુદા સ્થળો અને કચેરીઓની મુલાકાત તારીખ 11-10-2023 ને બુધવારના યોજવામાં આવી ઘણી બાબતો બાળકોને કહીને સમજાવી શકાય છે જેમાં 40% જેટલા બાળકો શીખી શકે કોઈ પ્રવૃત્તિ દ્વારા શીખવવામાં આવે છે તો 55% બાળકો શીખી શકે છે અને વિશેષ કોઈ પ્રવૃત્તિ દ્વારા શીખવામાં આવે તો 65% બાળકો સારી રીતે શીખી શકે છે કોઈપણ કચેરી સ્થળ વિશે માહિતી આપવી હોય તો તેના વિશે નાટ્યકરણ કરણ જેવી બાબતોથી શીખવી શકાય છે પરંતુ કોઈ પણ સ્થળ અથવા કચેરીને પ્રત્યક્ષ મુલાકાત યોજવામાં આવે અને કચેરીના અથવા સ્થળના વ્યક્તિ દ્વારા બાળકોને માહિતી પૂરી પાડવામાં આવે તો 90% બાળકો ખૂબ જ સારી રીતે શીખી શકે છે તેથી જ કહેવાય છે કે સાંભળેલી અને કહેલી બાબતો બાળક અથવા કોઈ પણ વ્યક્તિ યાદ રાખી શકતી નથી અને ભૂલી જાય છે અને પ્રત્યક્ષ અનુભવેલી બાબત કે દેખેલી બાબત લાંબા સમય સુધી યાદ રહી શકે છે જેના ભાગરૂપે તમામ વિષયને સાંકળતી બાબતો માટે ભીતોડી પ્રાથમિક શાળાના 112 બાળકોએ તાલુકા પંચાયત કચેરી મામલતદાર કચેરી પોલીસ સ્ટેશન પોસ્ટ ઓફિસ બસ સ્ટેશન જેવી કચોરીઓ અને સામાજિક વિજ્ઞાન વિષય ને આવરી લેતા પુરાતન અવશેષો માટે અને પ્રકૃતિને સાચો શિક્ષણ સાથે જંગલનું મહત્વ સમજાવતું એક રમણીય સ્થળ સલા કે સ્વર મહાદેવ મુલાકાત કરાવી ત્યારબાદ આઝાદીની લડાઈ અને બલિદાન ની ઝાંખી ઝાંખી કરાવતું સ્થળ એટલે માનગઢ ધામની મુલાકાત કરાવી જેના દ્વારા ગુરુ ગોવિંદ એ આ વિસ્તારના એક સમાજ સુધારક ગુરુ અને આઝાદીના લડવૈયા તરીકે ભૂમિકા ભજવી લીધી અને બાળકોને માહિતી આપવામાં આવી. ત્યારબાદ આ વિસ્તારનો સૌથી મોટો રવાઇડોનો મેળો જેની મુલાકાત બાળકોને કરાવવામાં આવે જેમાં મોત કુવા દ્વારા બાળકોને અંધશ્રદ્ધા થી દૂર રહી સતત પ્રેક્ટિસ અને સતત મહાવરા થી કોઈપણ બાબત અશક્ય નથી અને સખત પરિશ્રમનો કોઈ વિકલ્પ નથી જેવી જાણકારી ત્યારબાદ હાથ ચાલાકી ના જાદુગરથી બાળકોને મુક્ત કર્યા હતા જેના દ્વારા પણ ખૂબ સારું માહિતી મેળવી ત્યારબાદ રેલગાડી અને હીંચકા નો લાભ પણ બાળકોને આપ્યો જેના દ્વારા આનંદ સાથે સાહસ ની બાબત શીખવવામાં આવી બાળકોને ખરીદી ની બાબત પણ શીખવાડવામાં આવી બાળકોને અડધો કલાક પોતાની જાતે વસ્તુની ખરીદી કરી ભાવ કરાવે વેપારીઓ સાથે વાત કરતા થાય આ માટે અડધો કલાક પોતાની રીતે ખરીદી કરવાની પ્રવૃત્તિ પણ બાળકોને કરાવવામાં આવી કચેરીઓની મુલાકાતમાં વિકાસ અધિકારી સાહેબ બાળક માટે અડધો કલાક વેલા 9:30 કલાકે કચેરી ખાતે ઉપસ્થિત રહી અને તાલુકા પંચાયતના કાર્યો વિશે તથા તાલુકા પંચાયતની વિવિધ શાખાઓ વિશે ખૂબ સારી માહિતી આપીશ સાથે આ સ્થાન સુધી હું કેવી રીતે આવ્યો તેની પણ બાળકોને ખૂબ સારી માહિતી આપવામાં આવી તમામ કચેરીનો અધિકારીઓએ બાળકોને પોત પોતાની કચેરીઓ અને કાર્યો આ કચેરીઓ કેવી રીતે કામ કરે છે તે સાથે પોતે આ સ્ટેજ સુધી કઈ રીતે આવ્યા અને કેવી રીતે અભ્યાસ કર્યો અભ્યાસ દરમિયાન કેવી મુશ્કેલીઓ પડી અને મુશ્કેલીનો સામનો કરી અને આ સ્ટેજ સુધી આવ્યા એ બાબતોને ખૂબ સારી રીતે તમામ કર્મચારીઓ માહિતી આપી તાલુકા વિકાસ અધિકારી મામલતદાર કચેરીના ક્લાર્ક સાહેબ પોલીસ સ્ટેશનના તમામ કર્મચારીઓ પોલીસ બેનો પીએસઆઇ સાહેબ શ્રી પોસ્ટ ઓફિસ ના કર્મચારી સાયબો પણ બાળકોને ભણી ગણી આગળ વધુ મહેનત કરો દરરોજ નિયમિત શાળા એ ભણવા માટે જાવ અને આપ સૌ અમારા જેવા મોટા સાહેબ બનો એવી બાળકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી સાથે માનગઢ ધામમાં ચાલતા ભંડારામાં પણ બાળકોને લાભ આપવામાં આવ્યો અને એમને પણ ખૂબ સારો સહયોગ કર્યો સાથે પોલીસ સ્ટેશનમાં પણ કર્મચારીઓ દ્વારા બાળકોને ચોકલેટ અને બિસ્કીટનું વિતરણ કરી ખૂબ સારો સહયોગ આપ્યો મેળામાં પણ તમામ વેપારીઓ દ્વારા બાળકો માટે 50% ડિસ્કાઉન્ટ આપીને ખૂબ સારો સહયોગ આપ્યો અને વાહન માટે પણ પ્રકાશભાઈ કટારાએ પોતાની વાહનમાં ફક્ત ડીઝલ ખર્ચમાં આવી અને બાળકોને ખૂબ સારો સહયોગ પૂરો પાડવામાં આવ્યો આ રીતે વર્ષ દરમિયાન જે પણ બાબતો બાળકો માટે અઘરી હોય એ તમામ બાબતોને અને વિષયોને આવરી લેતી એક શૈક્ષણિક મુલાકાત ભીતોડી પ્રાથમિક શાળા દ્વારા યોજવામાં આવી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!