દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી સાડા અઢાર વર્ષીય યુવતીનું બળજબરીથી મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરી લઇ જઇ

દાહોદ તા.૨૫
દેવગઢ બારીયા તાલુકાના નાડતોડ ગામે એક ઇસમે તેના એક સાગરીતની મદદ લઇ દેવગઢ બારીઆ તાલુકામાં રહેતી સાડા અઢાર વર્ષીય યુવતીનું બળજબરીથી મોટર સાયકલ પર બેસાડી અપહરણ કરી લઇ જઇ અલગ અલગ જગ્યાએ રાખી તેણીની મરજી વિરુધ્ધ ફુલહાર કરાવી અવાર નવાર તેણીની સાથે દુષ્કર્મ આચર્યાનું જાણવા મળેલ છે.
દેવગઢ બારીઆ તાલુકાના નાડાતોડ ગામે રહેતા લક્ષ્મણભાઇ દલપતભાઇ પટેલે તેનાજ ગામના પોતાના મિત્ર અલ્પેશભાઇ મોહનભાઇ પટેલની મદદ લઇ ગત તા.૧૨-૫-૨૦૧૮ના રોજ  દેવગઢ બારીયા તાલુકામાં રહેતી ૧૮ વર્ષ અને ૫ માસની ઉંમરની એક યુવતીનું બળજબરીથી મોટર સાયકલ ઉપર બેસાડી અપહરણ કરી લઇગયા બાદ લક્ષ્મણભાઇ દલપતભાઇ પટેલે અલગ અલગ જગ્યાએ રાખી તેણીની મરજી વિરુધ્ધ ફુલહાર કરાવ્યા હતા અને ત્યાર બાદ અવાર નવાર તેણીની સાથે દુષ્કર્મ આચર્યું હતું આમ અવાર નવાર ત્રણ દિવસ સુધી  દુષ્કર્મ આચર્યા બાદ તેણીને છોડી જતો રહયો હતો.
આ સંબંધે ઘટનાના ૭૦ દિવસ બાદ અપહરણન અને દુષ્કર્મનો ભોગ બનેલ અપરણીત યુવતીએ સાગટાળા પોલિસ સ્ટેશને ફરીયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે  ગુનો દાખલ કરી આગળ તપાસ હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: