દાહોદ જિલ્લાના ઝાલોદમાં એક ઠગે એક વ્યક્તિને રૂા. ૪.૬૭ લાખનો ચુનો ચોપડ્યો
દાહોદ.તા.૧૩
વડોદરાના ભેજાબાજ એક ઠગે પોતે મહિન્દ્રા કોટક બેંકમાં હોવાની બનાવટી ઓળખ મોબાઈલ પર આપી ઝાલોદના મેલણીયા ગામના ઈસમને ૮૦ લાખની વગર વ્યાજની લોન તેઓને મળવા પાત્ર હોઈ તે મંજુર કરાવવાના સ્ટેમ્પીંગ અંગેના ખર્ચના નાણા જમા કરાવવાના થશે તેમ કહી પોતાના બેન્ક એકાઉન્ટમાં અલગ અલગ તારીખે થોડી થોડી કરીને કુલ રૂપિયા ૪,૬૭,૦૦ ટ્રાન્સફર કરાવી છેતરપીંડી કરી વિશ્વાસ ઘાત કર્યાનું જાણવા મળ્યું છે.
વડોદરાના અર્પિતભાઈ પ્રવીણચંદ્ર પટેલે ગામના ભેજાબાજ ઠગે ઝાલોદ તાલુકાના મેલણીયા ગામના ઉપલા ફળીયામાં રહેતા ૫૪ વર્ષીય નગીનભાઈ હીરાભાઈ વસૈયા ઉપર કરેલ ફોન પર પોતે મહિન્દ્રા કોટક બેન્કમાં હોવાની ખોટી ઓળખ આપી હતી અને જમાવેલ કે તમારા મોકલેલ વ્યાજ વગરની લોન બાબતના કાગળો તપાસ કરતાં તમોને બંને જણાને થઈ રૂપિયા ૮૦ લાખ જેટલી રકમની વગર વ્યાજની લોન મળવા પાજ્ઞ થાય છે. જે લોન મંજુર કરવાના સ્ટેમ્પીંગ ખર્ચ અંગેના ખર્ચના નાણા જમા કરવાના થશે. તેમ જણાવી પોતાના બેન્ક એકાઉન્ટ નંબરમાં અલગ અલગ તારીખના રોજ થોડી થોડી રકમ કરી કુલ રૂા. ૪,૬૭,૦૦૦ જેટલી માતબર રકમ ટ્રાન્સફર કરાવી હતી. ત્યારબાદ પણ લોન મંજુર થયા બાબતની બેન્કમાંથી કોઈ જાણ કરવામાં ન આવતાં નગીનભાઈ વસૈયાએ આ મામલે બેન્કમાં તપાસ કરતા આવી કોઈ લોન બાબતની અમારી બેન્કમાંથી કોઈ જાણ કરવામાં આવી ન હોવાનું જણાવતાં નગીનભાઈ વસૈયાને પોતે ઠગાયા હોવાનો અહેસાસ થતાં તેઓએ સૌ પ્રથમ સાયબર ક્રાઈમ નંબર ૧૯૩૦ ઉપર ફોન કરી ઓનલાઈન ફરિયાદ કરી હતી ત્યારબાદ તેઓએ આ સંબંધે ઝાલોદ પોલિસ સ્ટેશને ફરિયાદ નોંધાવતા પોલિસે આ સંદર્ભે વડોદરાના અર્પીતભાઈ પ્રવીણચંદ્ર પટેલ વિરૂધ્ધ આઈ.ટી.એક્ટ કલમ ૬૬-૦સી(ડી) તથા ઈપીકો કલમ ૪૧૯, ૪૦૬, ૪૨૦ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.